- ગામની વિધવા મહિલાઓને કોરોનાના સંક્રમણથી બચાવા સરપંચનો અનોખો પ્રયાસ
- સરપંચ દ્વારા રૂબરૂ જઈને વિધવા મહિલાઓને પહોંચતી કરાય છે સહાયની રકમ
- સરપંચ દ્વારા 100 જેટલી મહિલાઓને વિધવા સહાયની રકમ ઘેર બેઠા પહોંચાડાય છે
કચ્છઃમસ્કા ગામના સરપંચ દ્વારા ગામમાં રહેતા વિધવા મહિલાઓની અનોખી રીતે મદદ કરી રહ્યા છે. ગામની 100 જેટલી વિધવા બહેનો વિધવા સહાય યોજનાનો લાભ રહી છે. જેમાં તેમને દર મહિને પોસ્ટ દ્વારા વિધવા સહાયની રકમ લેવા જવું પડતું હોય છે પરંતુ હાલ કોરોનાના કહેર વચ્ચે બહાર નીકળવું એટલે કોરોનાને આમંત્રણ આપવા જેવું થાય. જેથી ગામના સરપંચ દ્વારા પોતે જઈને વિધવા સહાયની રકમ એકત્ર કરીને બહેનોને રૂબરૂ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ JCI દ્વારા કોવિડ સેન્ટરમાં ગીત સંગીતના માધ્યમથી દર્દીઓનો માનસિક તનાવ દૂર કરવા અનોખો પ્રયાસ
મસ્કા ગ્રામ પંચાયત અને માંડવી પોસ્ટ ઓફિસ દ્વારા અનોખી મુહિમ
વિધવા બહેનોને માંડવીની પોસ્ટ ઓફિસ ખાતે ધક્કો ના ખાવો પડે તથા લાઈનમાં ઉભવું ના પડે અને હાલ કોરોનાની મહામારીમાં સંક્રમણ ના ફેલાય તે માટે મસ્કા ગ્રામ પંચાયત અને માંડવી પોસ્ટ ઓફિસના સર્વે કર્મચારીઓ દ્વારા આ મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં વિધવા મહિલાઓને તેમના ઘેર જઈને તેમની વિધવા સહાયની રકમ પહોંચતી કરવામાં આવી રહી છે.