કચ્છઃ ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી કચ્છ જિલ્લામાં નશાબંધી અને વ્યસનમુક્તિ સાપ્તાહિક ઉજવણીનો પ્રારંભ કરાયો છે. ભુજમાં જિલ્લા પોલીસ વડાએ આ રથને સ્ટાર્ટ આપ્યો હતો. એક સપ્તાહ સુધી આ રથ જિલ્લાભરમાં ફરીને જાગૃતિ ફેલાવશે.
કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ ભુજ નશાબંધી આબકારી વિભાગ દ્વારા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી આ જાગૃતિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ભુજ એસ.પી સૌરભ સિંઘ, આબકારી ઈન્સ્પેકટર એ એસ ગોહિલ, સબ ઇન્સ્પેક્ટર એસ પી મારુ, બી એસ ડામોર, આઇએસ ડોડીયા અને કે એ ઠાકોરની ઉપસ્થિતિમાં રથને સ્ટાર્ટ અપાયો હતો. સાથે કોરોના મહામારીને ધ્યાને રાખીને જાગૃતિ પત્રિકા તેમજ માસ્કનું પણ વિતરણ કરાયું હતું.
કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભકચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ નશાબંધી આબકારી ઇનસ્પેક્ટર એ.એસ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત આબકારી વિભાગ દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી નશાબંધી અને વ્યસનમુક્તિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ જે અંતર્ગત જિલ્લામાં દર વર્ષે ભજન નાટક પ્રવચન સહિતના વિવિધ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષ કોરોના મહામારીને ધ્યાને રાખીને જાગૃતિ રથ તૈયાર કરાયો છે. જે રથ સમગ્ર જિલ્લામાં ફરસે અને પત્રિકા વિતરણ સાથે જાગૃતિનું કામ કરશે.
કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિ સપ્તાહનો આરંભ