આ બેઠકના પ્રારંભે સ્ટેક હોલ્ડરોને માર્ગદર્શન આપતાં સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર શારદાબેન કાથડે જણાવ્યું હતું કે, 1 ઓકટોબરથી મેન્યુઅલ સ્ટેમ્પ ઉપર રોક લાગી જશે. જુની પધ્ધતિએ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણી માટે સ્ટેમ્પ પેપરનું કોઇ વિતરણ કરવામાં આવશે નહી. આ ઉપરાંત તેમણે સ્ટેમ્પ વેન્ડરને લગતા પ્રશ્નો સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ઈ-સ્ટેમ્પિંગ નિયમમાં સુધારો, 1 ઓકટોબરથી મેન્યુઅલ સ્ટેમ્પ ઉપર રોક - collector meeting
કચ્છઃ ઈ-સ્ટેમ્પિંગ નિયમ 2014 ના જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અને પધ્ધતિના અમલીકરણ માટે નાયબ કલેક્ટેર એસ.એમ.કાથડના અધ્યક્ષપદે માર્ગદર્શન બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છના તમામ તાલુકા મથકના લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, રોટરી સહિતના સ્ટેક હોલ્ડરોએ હાજરી આપી હતી.
e-stamping rules
આ બેઠકમાં સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના બ્રાંચ મેનેજર દર્શન ઉપાધ્યાયે સ્ટેકહોલ્ડરોને સ્થળ ઉપર જ ઈ-સ્ટેમ્પીંગ એપ્લીકેશન પ્રોસેસ, કન્વર્ઝન, રજીસ્ટ્રેશન પ્રોસેસ, એનેક્ષર-એ શું છે, પ્રપોઝલ, રજીસ્ટ્રેશન અને લેઝર પ્રીન્ટર મારફતે ઈ-સ્ટેમ્પીંગ કઈ રીતે મેળવી શકે તે અંગે પણ સ્ટેકહોલ્ડરોને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.