ગુજરાત

gujarat

ETV Bharat / state

નલિયામાં કોલ્ડવેવ: ETV ભારતની સ્થાનિકો સાથે ઠંડી અંગે વાતચીત - હાડ થીજાવતી ઠંડી

કચ્છ: ગુજરાતમાં ઠંડીનો વધારો થતા સમગ્ર રાજ્ય કોલ્ડવેવ બન્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. કચ્છમાં ઉત્તરના પવનની મારથી ઠંડીમાં વધારો થયો છે. રવિવારે પવન ઓછો થતા તાપમાનમો પારો 4થી 5 ડિગ્રી ઉંચકાયો છે. લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી છે. રાજ્યમાં ઠંડીમાં વધારો થતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

Coldwave news
નલિયામાં કોલ્ડવેવ

By

Published : Dec 29, 2019, 1:30 PM IST

શનિવારે કચ્છના નલિયામાં 3.6 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. રવિવાર સવારે તાપમાનનો પારો 8.4 પર પહોંચ્યો છે. કચ્છ જિલ્લાના વડુમથક ભૂજમાં 9.8 અને કંડલામાં 9.2 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગે આશિક રાહત વચ્ચે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.

ETV ભારતની સ્થાનિકો સાથે ઠંડી અંગે વાતચીત

કચ્છ જિલ્લાના નલિયામાં 3.6 ડિગ્રીની પગલે જનજીવન અસ્તવ્ય્સત બની ગયુ છે. શનિવારે 10 વર્ષનો રકોર્ડ તોડીને પડેલી ઠંડીને પગલે ઈટીવી ભારતની ટીમ નલિયા પહોંચી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details