ગુજરાત

gujarat

ETV Bharat / state

કાતિલ કોલ્ડવેવથી કંપતું કચ્છ, જનજીવનના હાલ બેહાલ - gujarats city tempreture

કચ્છઃ રાજ્ય સહીત કચ્છ જિલ્લામાં કાતિલ કોલ્ડવેવ ફરી વળતા જનજીવનના હાલ બેહાલ થઈ ગયા છે. સૌથી વધુ અસર પશુપંખી અને ગરીબોની હાલત સૌથી વધુ કફોડી બની છે. આજે કચ્છા કાશ્મીર નલિયામાં તાપમાનનો પારો વધુ અડધો ડિગ્રી નીચે આવીને 4.6 પર રહયો છે. જે ગઈકાલે 5.2 પર અટકયો હતો. હજુ આ સ્થિતી જારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

તાપણાંના સહારે લોકો
તાપણાંના સહારે લોકો

By

Published : Dec 28, 2019, 3:42 AM IST

પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસરથી બર્ફિલા પવન ફૂંકાવવાનું શરૂ કરતાં દેશની પશ્ચિમ સરહદે આવેલું કચ્છ ઠંડુંગાર બની ગયું છે. કચ્છના પાટનગર ભૂજમાં 9 ડિગ્રી, ઔઘૌગિક કંડલા સંકુલમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શીતલહેરના પગલે જનજીવન ઠૂંઠવાયું છે. ઠંડીના પગલે જનજીવનને સીધી અસર પહોંચી હતી. રોજીંદો નિત્યક્રમ મોડેથી શરૂ થાય છે. લોકોએ ઠંડી ઉડાડવાના હાથવગાં સાધન તરીકે તાપણાનો ઉપયોગ કરી રહયા છે.

કાતિલ કોલ્ડવેવથી કંપતું કચ્છ, જનજીવનના હાલ બેહાલ

સવારે સૂસવાટા મારતા પવને ઠંડીમાં ઓર વધારો કર્યો છે. ઠંડીએ ભરડામાં લીધું હોય તેમ ગામડાની બજારો પણ મોડેથી ખુલે છે. ઝૂંપડા જેવા કાચા મકાનોમાં રહેતા લોકો કે જેમની પાસે પૂરતા ઓઢવાના સાધનો ન હોય તેવા લોકોને ઠંડીએ વધુ અસર પહોંચાડી છે. ઉપરાંત ઠંડીના કારણે શરદી, ખાંસી, માથાનો દુ:ખાવા જેવી બિમારીનું પ્રમાણ વધ્યું છે. ઠંડીની ધાર તીક્ષ્ણ બનતાં લોકોને આખો દિવસ ગરમ વત્રો પહેરી રાખવાની ફરજ પડી છે. રણકાંધીના વિસ્તારમાં ઠંડીની તીવ્રતા વ્યાપક અનુભવાઈ રહી છે.

તાપણાંના સહારે લોકો
સામાન્ય લોકો પર ઠંડીની વધુ અસર
ઠંડીની રાત્રી

ABOUT THE AUTHOR

...view details