રવિવારે 11.0 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા ઠંડુગાર કચ્છસમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે.રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો (Winter 2022 in Gujarat )થયો છે. જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.આગમી સમય માટે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે તે વચ્ચે કચ્છ સહિતના વિસ્તારમાં ઠંડીનો દોર (Weather in Kutch )જારી રહ્યો છે.
સરહદી વિસ્તારમાં ઠંડીનો ચમકારો કચ્છમાં સવાર અને રાત ઠરે છે, પરંતુ દિવસ દરમ્યાન માગસર મહિનામાં હોય તેવી ઠારની ધાર હજુ તીક્ષ્ણ બની નથી. કચ્છના પરંપરાગત શીતમથક નલિયામાં રવિવારે પારો (Winter 2022 in Gujarat )ઊંચકાયો હતો. જો કે, તેમ છતાં 11.0 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા (Cold Wave in Naliya ) સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠર્યું હતું. સરહદી તેમજ વાગડ પંથકના ગામડાઓ વહેલી સવાર અને મોડીરાત્રે ઠારમાં (Weather in Kutch )ઠર્યાં હતાં.
ઠંડીમાં થશે વધારો હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, રાત્રિના ભાગે ઠંડકની અનુભૂતિ જારી રહી છે પણ બપોરે હૂંફાળો માહોલ અનુભવાયો હતો. મોડી સાંજે જિલ્લામાં ઝાકળની અસર (Winter 2022 in Gujarat ) જોવા મળી રહી છે. હવામાન વિભાગે હજુ ચાર - પાંચ દિવસ ઠંડકનો માહોલ જળવાયેલો રહેશે તે બાદ પારો બેથી ચાર ડિગ્રી ઊંચકાય અને સામાન્ય તાપમાન નોંધાશે. રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે.આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં માવઠાની શક્યતા રહેલી છે તો ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ (Weather in Kutch )બની રહેશે.
રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન ગુજરાતના જિલ્લાઓમાં (Winter 2022 in Gujarat ) લઘુતમ તાપમાન જોઇએ તો નલિયામાં (Cold Wave in Naliya ) લઘુતમ પારો 11 ડિગ્રીએ પહોંચ્યું છે. તો કંડલામાં 16 ડિગ્રી, અમદાવાદ 19.4 ડિગ્રી, ભુજમાં 13.6 ડિગ્રી, બરોડામાં 19.4 ડિગ્રી, ગાંધીનગરમાં 17.3 ડિગ્રી, જૂનાગઢમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 18.4 ડિગ્રી,સુરતમાં 20.1 ડિગ્રી તો રાજકોટમાં 14.7 ડિગ્રી તાપમાન (Weather in Kutch )નોંધાયું છે.