કચ્છજિલ્લામાં દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર (Cold Wave in Kutch) વધી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં ફરી પારો ગગડ્યો છે અને જિલ્લા તેમ જ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં (Lowest temperature in Nalia) જોવા મળી રહ્યું છે. કચ્છી કાશ્મીર એવા નલિયામાં પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો છે. શીતમથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લાં કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે.
ઠંડીનો પગપેસારો છેલ્લા કેટલાક દિવસથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુતમ પારામાં ઉતારચડાવ વચ્ચે ઠંડી (Cold Wave in Kutch) ધીમે ધીમે પગપેસારો કરતી જઈ રહી છે. અત્યાર સુધીમાં નલિયાએ (Lowest temperature in Nalia) રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે છે અને આજે 8.2 ડિગ્રી પારો નોંધાયો છે. હવામાન વિભાગે (Kutch Meteorological Department) કોઈ ચેતવણી જાહેર કરી નથી, પરંતુ ઠંડીનો આ માહોલ ત્રણેક દિવસ જળવાયેલો રહેવાની સંભાવના દેખાડી છે.
નલિયામાં ઠંડીનું જોર વધ્યું, લોકોએ મોડી સાંજે બહાર નીકળવાનું ટાળ્યુંનલિયામાં લોકો (Lowest temperature in Nalia) મોડી સાંજથી વહેલી સવાર સુધી ગરમ વસ્ત્રો પહેરી રાખતાં હોય છે તેવી ઠંડી પડતી હોય છે. તો શિયાળાની ઋતુનો ચમકારો નલિયાના લોકો અનુભવી રહ્યા છે. પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. તેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો (Cold Wave in Kutch) અનુભવ કરી રહ્યા છે. લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા. તો રાત્રિ દરમિયાન લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું.