- કચ્છમાં દેખો ત્યાં ઠાર
- નલિયા 3.8 કાતિલ ઠંડીથી જનજીવન ઠુંઠવાયું
- દાયકા બાદ નલિયામાં કોલ્ડ વેવ નોંધાઈ
નલિયામાં તાપમાનનો 3.8 ડિગ્રી પર
કચ્છ : ઉત્તર ભારતમાં વરસેલી હિમવર્ષાને કારણે કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગત દસ વર્ષમાં વિક્રમી ઠંડી અને ડંખીલા ઠારથી કચ્છ આખું થરથરી ઉઠ્યું છે. નલિયામાં શુક્રવારે 2.5 ડિગ્રી નોંધાયા બાદ શનિવારના રોજ તાપમાનનો પારો વધીને 3.8 ડિગ્રી પર પહોંચ્યો છે. કચ્છના કોટેશ્વરથી લઇ સુરજબારી અને ખાવડાથી લઇ વાગડની રણકાંધીનો વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.
કચ્છમાં કોલ્ડવેવને કારણે જનજીવન પર અસર નલિયામાં 3.8 અને ભૂજમાં 9.9 ડિગ્રી તાપમાન
સત્તાવાર વિગતો મુજબ હવામાન વિભાગના માપક યંત્રકમાં શનિવારે સવારે નલિાયમાં સવારે 3.8 અને ભૂજમાં 9.9 ડિગ્રી અને કંડલામાં 10.5 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ઠંડા બર્ફીલા વાયરા સાથે ઠંડીનો સકંજો આખો દિવસ કસાયેલો રહેતાં લોકોને આખો દિવસ ગરમ કપડા પહેરી રાખવાની ફરજ પડે છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં જેટલું તાપમાન નોંધાયું છે, તેનાથી અનેકગણી ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે હજૂ વધુ બે દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે.
ઠંડીનો સકંજો આખો દિવસ કસાયેલો રહેતાં લોકોને આખો દિવસ ગરમ કપડા પહેરી રાખવાની ફરજ પડી નલિયાની બજારો વહેલી બંધ થવા માંડી
નલિયા અને સમગ્ર તાલુકામાં જનજીવન રીતસર ઠૂંઠવાઈ ગયું છે. 2015ની 15મી ડિસેમ્બરે પારો 2.6 નોંધાયો હતો. જ્યારે 28 ડિસેમ્બર 2013ના રોજ પણ 2.6 ડિગ્રી નોંધાયો હતો. તાપમાનનનો લઘુત્તમ પારો ગગડતાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. ગત ગુરુવારે 8.5 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયા બાદ હવામાનનો પારો 6 ડિગ્રી નીચે ઉતરી જતાં ગાત્રો ગાળતી ઠંડી માટે જાણીતાં એવાં નલિયામાં મોસમની વિક્રમી ઠંડી નોંધાઇ છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું સાંજ બાદ કરફયૂં જેવા માહોલ
અસહ્ય ઠંડીને કારણે સાંજથી જ બજારો વહેલી બંધ કરી વેપારીઓ ઘરે ચાલ્યા જાય છે. મોડી સાંજ બાદ કરફ્યૂં જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન હવામાનનો પારો નીચો ઉતરી રહ્યો છે. જે જોતાં હજૂ ગાત્રો ગાળી નાખે તેવી ઠંડી પડવાની શક્યતાને નકારી શકાતી નથી.
દાયકા બાદ નલિયામાં કોલ્ડ વેવ નોંધાઈ