ગુજરાત

gujarat

By

Published : Dec 20, 2021, 3:15 PM IST

ETV Bharat / state

Cold wave In Gujarat: ઉત્તર-પૂર્વ ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કોલ્ડવેવની આગાહી (Cold wave forecast) કરવામાં આવી છે, તેની અસર રાજ્યમાં સતત ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે.

Cold wave In Gujarat: જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું નોંધાયુ લઘુતમ તાપમાન
Cold wave In Gujarat: જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું નોંધાયુ લઘુતમ તાપમાન

કચ્છ: જિલ્લામાં આજે સોમવારના ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના શિત મથક નલિયા ખાતે 7.1 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન (Naliya Minimum temperature 7.1 Degree) નોંધાયું છે, જ્યારે ઉત્તર-પૂર્વીય ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાતા ઠંડીએ જોર પકડયું છે, તો બીજી બાજુ ભુજ ખાતે પણ સવારથી જ ઠંડીનો ઠાર યથાવત જોવા મળ્યો છે. તેના કારણે સવારના ભાગમાં લોકોએ ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સીવીયર કોલ્ડ વેવની અસર

સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે, સિવિયર કોલ્ડ વેવની (Severe cold wave) અસર જોવા મળી રહી છે અને સતત ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં (Minimum temperature In Gujarat) સતત ઘટાડો થયો છે.

રાજ્યના શિતમથક નલિયામાં આજે 7.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

રાજ્યમાં છેલ્લાં અમુક દિવસોથી ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવનારા એક અઠવાડિયા સુધીમાં વાતાવરણમાં કોઈ વિશેષ પરિવર્તન નહીં આવે આ સાથે રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું જવાની શક્યાતાઓ છે, પરંતુ આજે સોમવારના કચ્છ જિલ્લામાં ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે તાપમાનમાં પરિવર્તન આવ્યું છે સાથે અમુક વિસ્તારમાં ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે.

જાણો આજે સોમવારના ક્યાં કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે 7.1 ડિગ્રી, ભુજમાં 10.4 તથા કંડલા ખાતે પણ 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના મહાનગરોમાં લઘુત્તમ તાપમાન (ડિગ્રીમાં)

શહેર તાપમાન
અમદાવાદ 11.1
ગાંધીનગર 8.0
સુરત 15
ભાવનગર 12.1
જૂનાગઢ 9.0
બરોડા 11.2
નલિયા 7.1
ભુજ 10.4
કંડલા 13.3

આ પણ વાંચો:Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

કચ્છ જિલ્લામાં આગાહી વચ્ચે પડ્યાં કમોસમી વરસાદી ઝાપટાં

ABOUT THE AUTHOR

...view details