કચ્છ:હવામાન વિભાગ દ્વારા કચ્છ તેમજ સૌરાષ્ટ્ર માટે કોલ્ડ વેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં(Severe Cold Wave in Gujarat 2021 ) આવી હતી. કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો (Decrease in cold from day two)જોવા મળ્યો છે. કોલ્ડ વેવની આગાહી બાદ કચ્છના સૌથી ઠંડા મથક નલિયામાં આજે લઘુતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયો હતો. જિલ્લામથક ભુજમાં આજે 15.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા પોર્ટ પર 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે કંડલા એરપોર્ટ પર 11.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયો છે.
આજે વાતાવરણની સ્થિતિ નોર્મલ રહેશે
સમગ્ર રાજ્યમાં આજે ગાંધીનગર અને અમદાવાદ સિવાયના તમામજિલ્લાઓમાં 10 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું(Cold Wave in Gujarat 2021) છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ગત અઠવાડિયે નલિયાનો પારો 11 વર્ષમાં ત્રીજી વખત 2.5 ડિગ્રી સુધી ગગડ્યો હતો. જોકે ત્યારબાદ પારો ધીમે ધીમે સામાન્ય થયો હતો. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આજે વાતાવરણની સ્થિતિ નોર્મલ છે.