કચ્છઃ છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો(Cold Temperature in Gujarat) પારો ગગડી ગયો છે. આવનારા એક અઠવાડિયા સુધીમાં વાતાવરણમાં(atmosphere in gujarat) કોઈ વિશેષ પરિવર્તન નથી. તેમજ રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં(temperature in Gujarat minimum) સતત ઘટાડો થયો છે
કેટલાક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું જશે
જો કે, રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાન હજુ પણ નીચું(winter climate in gujarat) જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તાપમાનમાં પરિવર્તન આવ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ ઠંડા અને સૂકા પવન પણ ફૂંકાઈ રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે 5.4 ડિગ્રી, ભુજમાં 10.0 તથા કંડલા ખાતે પણ 11.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જો કે, હવામાન વિભાગ(meteorological department gujarat) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસોમાં લઘુતમ તાપમાન હજુ પણ નીચું જઇ શકે છે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાશે.