કચ્છ:રાજ્યમાં હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં આજે રવિવારે પણ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આગાહી પૂર્ણ થતા ઠંડીનું પ્રમાણ વધ્યું
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની (Western Disturbance) અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ આગાહી પૂર્ણ થયા બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ફરીથી લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.
રાજ્યના શિતમથક નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
હવામાન ખાતા (Meteorological Department) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રવિવારે રાજ્યના જિલ્લાઓમાં 7 ડિગ્રીથી 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.