કચ્છઃ જિલ્લાના લખપત તાલુકાની રણકાંધીએ આવેલ છેવાડાના ગામ ગુનેરીના ગ્રામજનો સાથે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંવાદ કર્યો હતો. આમ, કોરોનાના કપરાકાળમાં કચ્છના આ સમરસ ગામની પૃચ્છા કરી હતી. આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 32 કિ.મી.ના અંતરે આવેલું ખેતી તથા પશુપાલન પર નભતું ગુનેરી ગામ આશરે 1400 જેટલી વસતી ધરાવે છે. ‘‘સરકાર તમારી સાથે છે’’ આ માત્ર શબ્દો નથી સરકાર સરહદના છેવાડાના માડુની પણ ચિંતા કરે છે. જેના અનાજ પાણીની પૃચ્છા કરે છે.
કચ્છના સરહદી ગુનેરી ગામ સાથે CM રૂપાણી સીધો સંવાદ, જુઓ વીડિયો ગામના ઉપસરપંચ જાડેજા જશુભા ગોમાજીએ મુખ્યપ્રધાનને ગુનેરી ગ્રામજનોની ચિંતા કરી તે બદલ આભાર માન્યો હતો, તેમજ ગામની આર્થિક સામાજિક સ્થિતિની વિગતો જણાવી હતી. BPLના લાભાર્થીઓને દરેકને 1000 જમા થયેલ છે. તેમજ 145 જેટલા જનધન લાભાર્થીઓના ખાતામાં દરેકને રૂ.500 જમા થયેલ છે. તે જણાવી કોરોના સમયમાં રખાતી સંભાળની વાત જણાવી હતી. જ્યારે માલધારી દેવુભા જાડેજાએ બોર્ડર પરના હરામીનાળા ગ્રામ પરથી અહીં વસેલા લોકો માટે પોલીસ મિત્ર છે, તેમ જણાવ્યું હતું. જ્યારે ઈન્દ્રાબા જાડેજાએ લોકડાઉનમાં સૌ નિયમો પાલન કરીએ છીએ તેમ જણાવી સરકારનો આભાર માન્યો હતો.
કચ્છના સરહદી ગુનેરી ગામ સાથે CM રૂપાણી સીધો સંવાદ, જુઓ વીડિયો મુખ્યપ્રધાન રૂપાણીએ કચ્છ કોરોના મુક્ત થયું છે, તેનો આનંદ વ્યક્ત કરી સરકારની કોરોના ગાઇડ લાઇન અને નીતિ નિયમો પ્રમાણે બધા ચાલે છે. આથી આપ સ્વસ્થ છો એમ જણાવી સૌના કુશળ ક્ષેમ પૂછ્યા હતા. છેવાડાના માનવી સાથે કચ્છના દરેક સરપંચો, ગ્રામ પંચાયત અને દરેક સભ્યો પોત પોતાના ગામને સલામત રાખે એવી પ્રાર્થના કરી હતી. કુલ 10 મિનિટ જેટલા સંવાદમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સંતો, ફકીર, ઓલીયા અને પીર તેમજ માં જગદંબાની ધરતી પર હંમેશા આર્શીવાદ રહ્યાં છે, એટલે જ કચ્છ વહીવટી તંત્ર અને લોક સભાનતાથી કચ્છ કોરોના મુક્ત બન્યું છે. સરકાર હંમેશા લોકોની સાથે રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં પશુપ્રાણીઓ અબોલજીવોની પણ સરકાર ચિંતા કરે છે. તેમણે કોરોના મહામારીની અસર અને સમસ્યા વિશે પૃચ્છા કરી હતી. મુખ્યપ્રધાને સમગ્ર વહીવટી તંત્રની કામગીરી બાબતે માહિતી માટે અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સાથે પણ વાત કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રધ્યુમનસિંહે જવાબમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કેન્દ્ર અને રાજય સરકાર, દાતાઓ, પોલીસ અને આરોગ્ય તંત્ર વગેરેની પ્રશંસનીય કામગીરી રહી હતી. કોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાની મહેરથી કચ્છ કોરોનામાં પણ સુરક્ષિત છે.ભીમજીભાઇ ખોખર અને નારાણજી જાડેજાએ મુખ્યપ્રધાને સરહદી ગામની ચિંતા કરી પૃચ્છા કરી તે બદલ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના મુક્ત થયેલા કચ્છ જિલ્લાના લખપતમાંથી કોરોના પોઝિટિવના બે દર્દી મળી આવેલા હતા. તે હવે સાજા છે એટલે આ સરહદી ગામની પસંદગી કરી કોરોના વિશે ગામ પૃચ્છા રાખવામાં આવી હતી. આ સંવાદ સમયે રાજ્ય પ્રધાન વાસણભાઈ આહિર, અગ્રણી પ્રધ્યુમનસિંહ જાડેજા, દિલીપભાઇ ત્રિવેદી તેમજ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઓ પ્રભવ જોશી, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબીયા, નખત્રાણા પ્રાંત અધિકારી જી.કે.રાઠોડ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, એવી.રાઠોડ, એચ.બી.ડાભી તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.