ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel on Gujarat Tourism: ગુજરાત પ્રવાસનને વૈશ્વિક નકશામાં અંકિત કરીને જ રહીશુંઃ CM Patel - વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાના મુલાકાત (CM Bhupendra Patel visits Dholavira Kutch) લીધી હતી. અહીં તેમણે ધોળાવીરાને લગતી વિશેષ માહિતી (CM Bhupendra Patel on Gujarat Tourism) મેળવી હતી. તેમની સાથે મુખ્ય સચિવ પંકજ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

CM Bhupendra Patel on Gujarat Tourism: ગુજરાતને પ્રવાસનને વૈશ્વિક નકશામાં અંકિત કરીને જ રહીશુંઃ CM Patel
CM Bhupendra Patel on Gujarat Tourism: ગુજરાતને પ્રવાસનને વૈશ્વિક નકશામાં અંકિત કરીને જ રહીશુંઃ CM Patel

By

Published : Feb 14, 2022, 8:50 AM IST

કચ્છઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં કચ્છના ધોળાવીરાની મુલાકાત (CM Bhupendra Patel visits Dholavira Kutch) લીધી હતી. ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન (World Heritage Site Dholavira) પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિનો વારસો (Dholavira, a legacy of ancient town culture) ધરાવે છે. મુખ્યપ્રધાન સાથે મુખ્ય સચિવ પંકજ કુમાર પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાને ધોળાવીરા અંગે મેળવી માહિતી

આ પણ વાંચો-સિંધુ સંસ્કૃતિની 5000 વર્ષ જૂની ધોળાવીરા સાઈટનો વિશ્વ ધરોહરમાં સમાવેશ થશે, અભ્યાસ અહેવાલ માટે યુનેસ્કોની ટીમ પહોંચી

મુખ્યપ્રધાને ધોળાવીરા અંગે મેળવી માહિતી

મુખ્યપ્રધાને ધોળાવીરામાં (Dholavira, a legacy of ancient town culture) પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે, જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી. તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની (Dholavira, a legacy of ancient town culture) આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યૂઝિયમની મુલાકાત લઈને (CM Bhupendra Patel at the Dholavira Museum) પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું.

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ
ધોળાવીરા પ્રાચીન નગર સંસ્કૃતિનો વારસો ધરાવે છે

આ પણ વાંચો-કચ્છમાં 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી જગ્યાઓ મળી આવી, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ

મુખ્યપ્રધાને અહીં વસતા જાણકારો સાથે પણ વાતચીત કરી હતી

ભૂપેન્દ્ર પટેલે વિઝીટર બુકમાં પોતાનો પ્રતિભાવ નોંધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની સફળતાને પરિણામે હવે આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળતા વૈશ્વિક સ્તરે જે મહત્વ વધ્યું છે. તે સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખીને સમયાનુકુળ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે.

મુખ્યપ્રધાન સાથે મુખ્ય સચિવ રહ્યા ઉપસ્થિત
મુખ્યપ્રધાને ધોળાવીરા અંગે મેળવી માહિતી

ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાને ધોળાવીરાની (Dholavira, a legacy of ancient town culture) 5,000 વર્ષ જૂની આ ધરોહરની વિશેષતાઓ અને હજી સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તેમ જ પ્રવાસીઓને (CM Bhupendra Patel on Gujarat Tourism) મળી રહેલી માહિતી સહિતની સમગ્રતયા વિગતો પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના પૂર્વ નિયામક યદુવિરસિંહ રાવતે આપી હતી.

મુખ્યપ્રધાન સાથે મુખ્ય સચિવ રહ્યા ઉપસ્થિત

મુખ્યપ્રધાને ધોળાવીરાના વિવિધ સ્થળો અને પ્રાચીન નગર રચના રસપૂર્વક નિહાળ્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સવારે કચ્છના ધોળાવીરા (CM Bhupendra Patel visits Dholavira Kutch) પહોંચ્યા હતા. તેમણે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.,જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, આર્કયોલોજીના અધિકારીઓ, એપીએમસી ભુજના ચેરમેન કેશુભાઈ પટેલ, એકલ માતા મંદિરના મહંત દેવનાથ બાપુ, અગ્રણીઓ અને અન્ય અધિકારીઓ સાથે ધોળાવીરાના (Dholavira, a legacy of ancient town culture) વિવિધ સ્થળો અને પ્રાચીન નગર રચના વગેરે રસપૂર્વક નિહાળ્યા હતા.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details