- કચ્છમાં 440 બેઠકો માટે 1,131 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
- જિલ્લા પંચાયતની 40 સીટ પરના 161 ઉમેદવાર માંથી 53 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા હતા
- 10 તાલુકા પંચાયતમાંથી 32 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું
કચ્છ: ગાંધીધામ-પાલી નગરપાલિકાના વોર્ડ નંબર 13માં 20 અને વોર્ડ નંબર 12માં 18 ઉમેદવારો મેદાને છે. જ્યાં ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15 ઉમેદવારો છે. વોર્ડ નંબર 7 અને 11માં 8-8 ઉમેદવારો છે. જિલ્લા પંચાયતની નેત્રા બેઠક પર 5 ઉમેદવારો હરિફાઈમાં છે.
ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા
ભુજ નગરપાલિકાના વોર્ડ નં 9માં 4 ઉમેદવારો અને ભુજ તાલુકા પંચાયતની ડગાળા, માનકુવા-2 અને સરાડા બેઠક મળી કુલ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અંજાર નગરપાલિકાના વોર્ડ નં 8 કે જેમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા અને ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા હતા. 5 નગરપાલિકાના 49 વોર્ડ ની 196 બેઠકો માટે 726 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 20 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા અને 171 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ગણાયા હતા.