ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં 3 વર્ષથી સિટી બસ બંધ, ફરી શરૂ કરવાની શહેરીજનોની માગણી - ભુજ નગરપાલિકા

ભુજ શહેરનો વિકાસ 2001ના ભૂકંપ બાદ ખૂબ વિસ્તર્યો છે ત્યારે ભુજમાં દૂર રહેતા લોકોને શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે આવનજાવનમાં તકલીફ ન પડે તે માટે ભુજ નગરપાલિકા સંચાલિત અને શહેરના 56 કિલોમીટરના વિસ્તારને આવરી લેતી સિટી બસની સેવા શરૂ કરવામાં આવી હતી.વર્ષો સુધી ભુજમાં સિટી બસ સેવા ચાલુ હતી.પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી આ સિટી બસની સેવા બંધ છે.

ભુજ શહેરમાં છેલ્લાં 3 વર્ષથી સિટી બસની સેવા બંધ, ફરી શરૂ કરવામાં આવે તેવી શહેરીજનોની માગ
ભુજ શહેરમાં છેલ્લાં 3 વર્ષથી સિટી બસની સેવા બંધ, ફરી શરૂ કરવામાં આવે તેવી શહેરીજનોની માગ

By

Published : Sep 2, 2021, 6:02 PM IST

  • ભુજ શહેરમાં છેલ્લાં ત્રણેક વર્ષથી સિટી બસની સેવા બંધ
  • સીનીયર સીટીઝન અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ હતી સિટી બસની સેવા
  • નજીવા દરે લોકો ભૂજ શહેરમાં મુસાફરી કરી શકતાં હતાં

    કચ્છ: ભુજમાં સિટી બસની તાતી જરુરિયાત હોવાનો જાગૃત નાગરિકોએ મત વ્યક્ત કર્યો છે.ખાસ કરીને છેલ્લા થોડા સમયથી આ સેવા બંધ કરી દેવાઇ છે. શહેરમાં સિટીબસના બસસ્ટોપ તો છે પણ સિટી બસ શહેરમાં દોડતી નથી. ભુજ શહેરના સિનિયર સીટીઝન તથા વિદ્યાર્થીઓ માત્ર 5 રૂપિયામાં એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકતા હતાં. જ્યારે અન્ય નાગરિકો પણ માત્ર 7 રૂપિયાના નજીવા દરે શહેરમાં મુસાફરી કરી શકતા હતાં.ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ પણ આ સિટી બસનો લાભ લઈને અનેક વિસ્તારોમાં ઓછા દરે મુસાફરી કરી શકતાં હતાં.

    સવારના 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી આ સિટી બસ શહેરમાં દોડતી હતી

    આજે જ્યારે સિટી બસની સેવા બંધ છે ત્યારે લોકોને રિક્ષા તથા છકડો ભાડે કરીને મુસાફરી કરવી પડી રહી છે. થોડાક અંતરની પણ મુસાફરી કરવી હોય તો પણ ઓછામાં ઓછું 30 રૂપિયા ભાડું ચૂકવવું પડતું હોય છે. સિટી બસની સેવા ચાલુ હતી ત્યારે ભુજ શહેરના 56 કિલોમીટરમાં લોકો નજીવા દરે 5 થી 7 રૂપિયામાં મુસાફરી કરતા હતા.ઉલ્લેખનીય છે કે સવારના 7 વાગ્યા થી રાત્રિના 9 વાગ્યા સુધી આ સિટી બસ શહેરમાં દોડતી હતી.

    હાલમાં સિટી બસો ધૂળ ખાઈ રહી છે

    આ ઉપરાંત નવી નવી સિટી બસો જે બંધ કરી નાખવામાં આવી હતી તે હાલમાં ધૂળ ખાઈ રહી છે. તથા તડકા અને વરસાદમાં તેની દશા પણ ખરાબ થઈ રહી છે.હાલમાં સિટી બસ સ્ટેશનમાં જ્યાં પહેલાં સિટી બસો ઉભતી ત્યાં પ્રાઇવેટ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યાં છે.

    ભુજ નગરપાલિકા દ્વારા સિટી બસની સેવા ફરી શરૂ કરવા કરાઈ માગ

    ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં સિટી બસ સેવાની તાતી જરુરીયાત છે.ખાસ કરીને સિનિયર સીટીજન, નાગરિકો અને વિદ્યાર્થીઓ આ સેવાનો ખૂબ ઉપયોગ કરતા હતાં. પણ જે તે સમયે આ સેવા બંધ થઇ જતાં ભુજ શહેરના લોકોની સુવિધા ઝુંટવાઇ ગઇ છે.હાલે ઇલેક્ટ્રોનીક વાહનોનો ક્રેઝ છે અને અમદાવાદ જેવા શહેરોમાં ઇલેક્ટ્રીક બસો પણ શહેરમાં દોડતી થઇ ગઇ છે ત્યારે જો ભુજ નગરપાલિકા પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવે તો સિટી બસ સેવાનો લાભ સામાન્ય જનતાને મળી શકે તેમ છે.

    આજે રિક્ષાવાળાઓ મનફાવે તેટલું ભાડું લે છે

    ભુજ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે જે સેવાથી લોકોને સગવડતા રહેતી હતી. તે છેલ્લાં 2-3 વર્ષોથી બંધ છે. સીનીયર સીટીઝન છે તેઓ પણ માત્ર 5 રૂપિયામાં મુસાફરી કરી શકતા હતાં અને જ્યારે આજે રિક્ષાવાળાઓ મનફાવે તેવા ભાડાં લે છે. ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખને પણ અપીલ છે કે આ સિટી બસની સેવા શરૂ કરવામાં આવે.
    શહેરના 56 કિલોમીટરના વિસ્તારને આવરી લેતી સિટી બસની સેવા બંધ છે



    આવનારા સમયમાં સિટી બસની સેવા ઝડપી શરૂ થાય એવા પ્રયત્નો કરવામાં આવશે: ભુજ નગરપાલિકા પ્રમુખ

    આ અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરને ભુજ શહેરમાં સિટી બસ સેવા ક્યારે શરુ કરવામાં આવશે તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને હાલના સમયમાં ભુજ છે તે 56 કીમીના વિસ્તારમાં ફેલાઇ ગયું છે. સિટી બસની સેવા બંધ કરવા પાછળ કોન્ટ્રાકટરને કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે દરેક રુટ પર સિટી બસ દોડાવવામાં આવે તેવું સૂચન નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે સિટી બસને પુરતો ટ્રાફીક મળતો નથી. રિક્ષા અને છકડામાં લોકો ચાલી જતા હોય છે અને ઓછા મુસાફરોમાં બસ દોડાવવી એ પોસાય એમ નથી. ત્યારે આવનારા સમયમાં નગરપાલિકાની નવી બોડી દ્વારા નવી સિસ્ટમ નવી પદ્ધતિ અને નવા કોન્ટ્રાકટર સાથે અને સરકારની યોજનાઓનો અમલ કરીને સિટી બસની સેવા શરુ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.


    આ પણ વાંચોઃ ભુજ નગરપાલિકાના સફાઇ કર્મચારીએ દિવાલ પર લોહીથી Suicide Note લખી અને ગળેફાંસો ખાઈ Suicide કર્યું

ABOUT THE AUTHOR

...view details