નાગિરકતા સંશોધન બિલ પસા થયા બાદ વિરોધ અને ખુશી બન્ને જોવા મળી રહી છે. આજે કચ્છમાં ખુશી જોવા મળી હતી. 1965 અને 1971ના યુદ્ધ બાદ કે, સમયાંતરે કચ્છ પહોંચેલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ કચ્છમાં વસે ચોક્કસ છે, પરંતુ તેમની પાસે નાગિરકતા નથી. જેથી અનેક મુશ્કેલીઓ વેઠી રહયા છે. લોન્ગ ટર્મ વિઝામાં આવેલા અને સરહદી કચ્છ સહિતના પાંચ જિલ્લાથી દુર રહેતા આ હજારો લોકોમાં આજે ખુશની વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગજુરાતમાં વસતા દસ હજાર અને રાજસ્થાનમાં વસતા 50 હજાર હિન્દુ શરણાર્થીઓને આ બિલનો સીધો લાભ મળશે.
કચ્છમાં હિન્દુ શરણાર્થીઓએ ઉજવી દિવાળી ભૂજના જયુબેલી સર્કલ પાસે ઉજવણીમાં જોડાયેલા સિનિયર સિટિઝન, ભારતના નાગિરક બનેલા પાકિસ્તાનના પુર્વ અલપંસખ્યક પ્રધાન રામસિંગ સોઢાના ચહેરા પણ અનેક ગણી ખુશી જોવા મળી હતી. ઈટીવી ભારત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, કચ્છના સાસંદ વિનોદ ચાવડા સૌ કોઈનો આભાર વ્યકત કરું છું.
સરકારે આ બિલ પાસ કરીને અમારા અને હવે પછી આવાનારા તમામ હિન્દુ શરણાર્થીઓના દિલ જીતી લીધા છે. બધાને ખબર છે અન્ય દેશમાં હિન્દુઓની સ્થિતી શું છે. 12 વર્ષ પહેલા ભારત આવી ગયા, પરંતુ હજું તે સ્થિતી મનમાં સંગ્રહાયેલી છે. મારા જેવા લોકો આવી ગયા તો અન્યોની તો શું હાલત હશે. ભૂજમાં 270 હિન્દુ શરણાર્થીઓ રહે છે. તેમનામાંથી 165 લોકોને નાગિરકતા મળી છે. અન્ય લોકો રાહ જોઈ રહયા છે. સમાનજિક પ્રશ્રાનો એટલા બધા હોય છે કે, તેનો કોઈ ઉકેલ નહોતો હવે લોકોને એક ઓળખ રસ્તો અને નવું જીવન મળશે. હવે સરકારે સુખ આપ્યું છે. ત્યારે આગામી સમયમાં જે હિન્દુ શણાર્થીઓ ભારત આવશે. તેમના રોજગાર રહેણાંક સહિતના પ્રશ્રનો ચોકકસ ઉભા થશે. ત્યારે સરકાર સમક્ષ જમીન, રોકડ સહાય સહિતની આશા છે. અને તે કેન્દ્ર સરકાર ચોકકસ પુરી કરશે તેનો પણ અમને વિશ્વાસ છે.
નાથુસિંગ સોઢા નામના આગેવાનો કહ્યું કે, હું પાકિસ્તાન હતો. ત્યાંથી 10 વર્ષ પહેલા આવ્યો છું. પાકિસ્તાનથી ભારત આવવા માટે 15 વર્ષ સુધી મે લગ્ન સુધ્ધાં નથી કર્યા. હવે નાગિરકતા મળશે એટેલ કેટલાય પ્રશ્નોનો અંત આવશે. આજે માારા માટે લગ્ન થતાં હોય ત્યારં તે આનંદ હોય, દિવાળી હોત ત્યારે જ આનંદ હોય તેવી ખુશીનો દિવસ છે.