CID ક્રાઇમે કચ્છમાં ધામા નાખી બાર ટીમોએ બેંક લોન કૌભાંડની તપાસ શરૂ કરી હતી. CID ક્રાઇમમાં 8 મંડળી સામે 8 અલગ-અલગ ફરિયાદ મૃતક વ્યક્તિ, ખોટા દસ્તાવેજ અને ખોટી મંડળી બનાવી કરાયું હતું. કૌભાંડ પ્રાથમિક તપાસમાં 30 કરોડથી વધુ કૌભાંડની વાત સામે આવી છે. 266 લોકોની પૂછપરછ બાદ CID ક્રાઇમે કરી અટકાયત કરવામાં આવી હતી. ભુજમાં સેલ ઉભો કરી કૌંભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ કરવામાં આવી હતી. જેમાં બેંકના પૂર્વ કર્મચારી અને ખોટી મંડળીમાં સંડોવાયેલા 26 લોકોના નિવેદન લેવાની સાથે કૌભાંડમાં સંડોવાયેલા લોકોના રિમાન્ડ મેળવાશે.
કચ્છમાં KDCC બેંક લોન કૌભાંડ, 8 સહકારી મંડળીની સંડોવણી, 26ની અટકાયત - જયંતિ ભાનુશાલી હત્યા કેસ
ભુજ/કચ્છઃ જિલ્લામાં જયંતી ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલ ભાજપના સક્રિય કાર્યકરની મુખ્ય ભૂમિકા ધરાવતું વધુ એક કૌભાંડ ફરી ગાજ્યું છે. 2015માં થયેલી ફરિયાદ બાદ કોર્ટે આ મામલે સ્ટે આપ્યો હતો, પરંતુ ખોટા દસ્તાવેજ અને ખોટી મંડળીઓ ઊભી કરી KDCC બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઈ આ કૌભાંડ આચરાયું હતું. જેમાં 26 લોકોની CID ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે.
કચ્છમાં કો.ઓપરેટિવ બેન્કમાંથી ખોટા દસ્તાવેજ મંડળી અને મૃતક વ્યક્તિઓની જાણ બહાર લોન લઈ કૌભાંડ આચરનાર ચાર વર્ષ જૂના કેસમાં અંતે ફરી સટવડાટ થયો છે. જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી જયંતી ઠક્કર ડુંમરાની મુખ્ય ભૂમિકા ધરાવતા કેસની ફરિયાદ 2005માં થઈ હતી, પરંતુ ત્યારબાદ કોર્ટના સ્ટેના હટતા જ CID ક્રાઇમે કચ્છમાં ધામા નાખ્યાં છે. આ કેસ સાથે સંડોવાયેલા લોકો સામે ફરિયાદ નોંધી પૂછપરછ શરૂ કરી છે. જેમાં 26 વ્યક્તિઓ પોલીસની અટક હેઠળ છે.
કચ્છના બહુચર્ચિત બેંકમાં કૌભાંડ પૈકી એક KDC બેંકમાં ઘણા સમયથી ગાજતુ હતું, પરંતુ જયંતી ભાનુશાલી હત્યા કેસમાં સંડોવણી ખુલતાની સાથે જ ફરી આ કેસ પાંચ વર્ષે ચર્ચામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધીની તપાસમાં બે લોકોની સાથે જયંતી ડુંમરાને મુખ્ય આરોપીની ભૂમિકામાં મૂક્યો છે, પરંતુ આરોપીઓ વધવાથી કેસમાં નવા વળાંકો આવે તો પણ નવાઈ નથી.