કચ્છના મોખાણા ગામની શાળામાં ક્રમાંકિત બાળકોને મળશે સ્કોલરશિપ - Children's grades will scholarship
કચ્છઃ જિલ્લાના ભુજ તાલુકાના મોખાણા ગામે 55 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી પ્રાથમિક કન્યા શાળાનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે બાજુમાં આવેલી ખાનગી કંપનીઓ કાયમી ધોરણે શાળાના ક્રમાંકિત બાળકો માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી.
ક્રમાંકિત બાળોકને મળશે સ્કોલરશિપ
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઈ આહિર કહ્યું કે, દીકરી દીલનો દરિયો છે. એક દીકરી ભણે તો બે કુળ તારે છે. સમાજમાં દીકરીઓનાં ભણતર ઉપર ભાર મૂકતાં તેમણે રાજય અને કેન્દ્ર સરકાર પણ બેટી બચાવો, બેટી પઢાવો ઉપર ખાસ ધ્યાન આપી રહી છે. શાળાની કમ્પાઉન્ડવોલ માટે સાડાચાર લાખ મંજૂર કરવાની જાહેરાત કરી હતી. ખાનગી કંપની AMW કંપનીના પ્રતિનિધિ કર્નલ જોહરે કન્યાશાળાની પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળનાર દીકરીઓ માટે પાંચ-પાંચ હજારની કાયમી સ્કોલોરશીપની જાહેરાત કરી હતી.