- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શનિવારે કચ્છની મુલાકાતે
- કચ્છમાં કોરોનાની પરિસ્થતિ અંગેની સમીક્ષા બેઠક યોજાશે
- ઑક્સિજનના સિલિન્ડર જનરલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા
કચ્છ:કોરોના વાઇરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે, ભારતભરમાં કોરોના વાઇરસનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ તેની બીજી લહેરની અસર વર્તાઈ રહી છે. આમ, સમગ્ર દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હાલ કચ્છમાં પણ કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે, આજે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી બપોર પછી કચ્છની મુલાકાત લેશે. આ દરમિયાન, કચ્છમાં કોરોનાની પરિસ્થતિ અંગેની સમીક્ષા માટેની વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરિય બેઠક કલેક્ટર ઑફિસ ખાતે યોજાશે.
આ પણ વાંચો:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ અને 94 મોત નોંધાયા