- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે
- કચ્છ સરહદ પર સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી
- કચ્છના સફેદ રણમાં ત્રિરંગાની થીમ પર યોજાયો કાર્યક્રમ
કચ્છ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દેશની સીમા પર દિવસ- રાત રક્ષા કરતાં જવાનો સાથે દર વર્ષે દિપાવલી પર્વ મનાવીને જવાનો અને તેમના પરિવારોનો જુસ્સો વધારી રહ્યાં છે. આ પરંપરાને આગળ વધારતાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ ગુજરાતના બોર્ડર જિલ્લા એવા કચ્છમાં ફરજ બજાવતાં જવાનોને બિરદાવવા આજે કચ્છના સફેદ રણ ખાતે તેમની સાથે દિવાળી (Diwali) પર્વની ઉજવણી કરી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના સફેદ રણમાં સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી BSF, આર્મી, નેવી, તટરક્ષક દળ, NCC અને ગુજરાત પોલીસના જવાનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
આ કાર્યક્રમ ગુજરાત સરકાર પોલીસ અને રમત- ગમત, યુવા- સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આજે કચ્છના સફેદ રણમાં ભારતના ત્રિરંગાની થીમ ઉપર દેશની સરહદો અને આંતરિક સુરક્ષા કરનારા BSF, આર્મી, નેવી, ભારતીય તટરક્ષક દળ, NCC અને ગુજરાત પોલીસના જવાનોએ વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યું હતું. જેમાં સ્થાનિક નાગરિકો પણ સહભાગી થયા હતાં.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના સફેદ રણમાં સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી ગાયક કલાકારોની લાઈવ પરફોર્મન્સથી જવાનો અને પરિવારજનો ઝૂમી ઉઠ્યા
પ્રખ્યાત ગાયક ઓસમાણ મીર અને ભાવિન શાસ્ત્રી દ્વારા દેશ ભક્તિ ગીતો અને ગુજરાતી ગીતોના સુર રેલાવવામાં આવ્યા હતા. જે સાંભળીને ઉપસ્થિત BSF, આર્મી, નેવી, એરફોર્સ, પોલીસના જવાનો અને તેમના પરિવારજનો ઝૂમી ઉઠ્યા હતાં. આ ઉપરાંત જવાનોના પરિવારજનોએ આનંદની લાગણી વ્યકત કરી હતી કે, આમ તો અમે ઘરે એકલા જ દિવાળી તથા અન્યો તહેવારોની ઉજવણી કરતાં હોઈએ છીએ પરંતુ આ વખતે મુખ્યપ્રધાન દ્વારા આ અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના સફેદ રણમાં સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી તમામ સુરક્ષા દળના જવાનોએ આજે એક સાથે મળીને દિવાળીની ઉજવણી કરી
આમ તો દેશની રક્ષા કરતા BSF, નેવી, એરફોર્સ તથા પોલીસ અને આર્મીના જવાનો દર વર્ષે દિવાળી (Diwali) ની ઉજવણી કરવા માટે ઘરે નથી જઈ શકતા. આ કાર્યક્રમના આયોજનથી તમામ જવાનોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી અને જુદા જુદા સુરક્ષા દળના જવાનો પોત પોતાના ઘરે દિવાળી ઉજવતા હોય છે, ત્યારે આજે તમામ સુરક્ષા દળના જવાનોએ એક સાથે મળીને દિવાળીની ઉજવણી કરી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના સફેદ રણમાં સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી જવાનોની વચ્ચે જઈને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ કલેક્ટર પ્રવીણ ડી.કે., RAC હનુમંતસિંહ જાડેજા, આસિસ્ટન્ટ કલેક્ટર અતિરાગ ચાપલોત અને અન્ય અધિકારીઓ તમામ સેનાના જવાનો અને પરિવારજનો વચ્ચે જઈને મીઠાઈનું વિતરણ કરીને દિવાળીના પર્વની ઉજવણી કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.
દર વર્ષે આવી ઉજવણી કરવી જોઈએ
રાખી શર્માએ જણાવ્યું હતું કે, આજનો દિવસ હંમેશા માટે યાદગાર દિવસ રહેશે. આજે જવાનો સાથે દિવાળી ઉજવવાનો મોકો મળ્યો છે. ખાસ કરીને અહીં મુખ્યપ્રધાન સાથે દિવાળી ઉજવવાની મજા આવી. આ પ્રકારની ઉજવણી દર વર્ષે થવી જોઈએ, જેથી જવાનોને પણ પ્રોત્સાહન મળે. આ ઉપરાંત આગામી પેઢીને દેશની રક્ષા કરવા માટે ફોર્સમાં જોડાવવા પ્રેરણા મળે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના સફેદ રણમાં સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી પ્રથમ વખત લાઈવ સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈને ખુબ આનંદ થયો
ગુલશન કુમારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ એક સરહનીય પગલું લેવામાં આવ્યું છે. બોર્ડર પર દેશની રક્ષા કરતા જવાનો તહેવારોમાં ઘરે નથી જઈ શકતા, ત્યારે તેમની ચિંતા કરવા માટે કોઈ છે તેવું આજે લાગ્યું. આ કાર્યક્રમ આવી જ રીતે દર વર્ષે કરવામાં આવે તો સારું છે. આ ઉપરાંત પ્રથમ વખત લાઈવ સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈને ખુબ આનંદ થયો છે.
આ પણ વાંચો: જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા
આજે તમામ ગુજરાતીઓએ સેનાના જવાનોનો પરિવાર બનીને આજે દીપાવલીનો પર્વ મનાવ્યો: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કચ્છના સફેદ રણની ધરતી પર પગ મૂકતાં ગૌરવનો અનુભવ થાય છે. મુખ્યપ્રધાને આજે 6.5 કરોડ ગુજરાતીઓ વતી આપણા દેશના જવાનો BSF, આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ અને ખાસ કરીને ગુજરાત પોલીસ અને NCCના તમામ સભ્યોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક વર્ષોથી આપણા દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા આવ્યા છે. તેમનાથી પ્રેરણા મેળવીને ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દરેક જવાનની આંખોમાં એકતાના દર્શન થયા, ખુશીના આંસુ જોવા મળ્યા છે. દેશના અનેક જવાનો પોતાના ઘરેથી દૂર છે, પોતાના પરિવારથી દૂર છે. આજે તમામ ગુજરાતીઓએ તેમનો પરિવાર બનીને આજે દીપાવલીનો પર્વ (Diwali) મનાવ્યો છે.
આ પણ વાંચો: Diwaliના દિવસે કરો રામબાણ ઉપાય, મળશે ખુશીઓ, થશો માલામાલ
હર્ષ સંઘવીએ ગુજરાતીઓને આવતા જતા દેશના જવાનોને સલામી આપવા વિનંતી કરી
કચ્છ અને કચ્છની ભૂમિ પર અનેરો સંગમ છે. ધરતી, સમુદ્ર, હવાના રક્ષકો, ગુજરાત પોલીસ તમામ ક્ષેત્રના રક્ષકો કચ્છમાં હાજર છે અને આજે તમામ સેનાના જવાનોને એક સાથે બોલાવીને ગુજરાતના સૌ યુવાનો વતી તમામ સેનાના જવાનોને સલામી આપવામાં આવી છે. તમામ ગુજરાતીઓને વિનંતી છે કે, આવતા જતાં તમામ સેનાના જવાનો કે જે આપના દેશની સુરક્ષા કરતા હોય છે. તેમને સારું સ્મિત આપીને થઈ શકે તો તેમને સલામી આપજો, જે ક્યાંકને ક્યાંક તેમનો હોંસલો વધારવા મદદગાર થઈ શકે છે.