કચ્છકચ્છ એટલે ઐતહાસિક ઈમારતોની (Kutch Heritage Sites) ધરોહર. અહીં અનેક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનો વારસો છે, પરંતુ વર્ષ 2001ના ભૂકંપમાં (kutch earthquake 2001) અનેક ઐતિહાસિક ઈમારતો જર્જરિત થઈ હતી. આવી જર્જરિત ઈમારતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેને લઈને અમદાવાદની પ્રતિષ્ઠિત સેપ્ટ યુનિવર્સિટી (CEPT University research at Kutch) દ્વારા અહીં ભુજના ઐતિહાસિક દરબાર ગઢનું (Darbar Gadh in Bhuj) થ્રીડી લેઝર સ્કેન (3D laser scanning machine) શરૂ કરવામાં આવ્યું છે.
જર્જરિત ઈમારતોને મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા શરૂકચ્છ રાજના સમયમાં 4 સદી દરમિયાન જિલ્લામાં વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી સાથે અદ્યતન ઇજનેરી ટેકનિકને પણ વિચારતા કરી દે તેવું બાંધકામ થયું છે. કચ્છમાં પુષ્કળ ઐતિહાસિક વારસો છે, પરંતુ દરેક સદીમાં ભયંકર ધરતીકંપ આવવાના કારણે ઘણા જ કિંમતી મિલકતો ક્ષતિગ્રસ્ત થયા છે. રાજાશાહી વખતના આ અમૂલ્ય મહેલ, રાણીવાસ, દરબારગઢ (Darbar Gadh in Bhuj) જેવી મિલકતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય (CEPT University research at Kutch Heritage Sites) સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ દસ્તાવેજીકરણમાં (Documentation of Kutch Historical Buildings) મહારાણી પ્રીતિદેવીના વિચારોને પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
સેપ્ટ યુનિવર્સિટી કરી રહી છે થ્રીડી લેઝર સ્કેનકચ્છમાં ભૂકંપમાં (kutch earthquake 2001)જર્જરિત થયેલા દરબારગઢના (Darbar Gadh in Bhuj) નાગરખાના અને રાણીવાસનું થ્રીડી લેઝર સ્કેન (3D laser scanning machine) સેપ્ટ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં (CEPT University research at Kutch) આવ્યું છે. આનાથી તેના બાંધકામની દરેક વિગતો ડિજિટલ રીતે સંગ્રહ કરી શકાશે. ભવિષ્યમાં દરબાર ગઢના પુનઃસ્થાપન માટે આ ડેટા કામે લાગશે. અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના આર્કિટેક વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર છેલ્લા કેટલાક દિવસોથી ભુજના હેરિટેજ પર સ્ટડી કરી રહ્યા છે.
ઈમારતોનું દસ્તાવેજીકરણપ્રોજેકટ સાથે જોડાયેલા પ્રાગમહલ દરબારગઢના (Darbar Gadh in Bhuj) કન્ઝર્વેશન આર્કિટેક શ્રીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કચ્છની ઐતહાસિક ઈમારતો અદ્યતન અને એડવાન્સ આર્કિટેકવાળુ હતું, પરંતુ વર્ષ 2001ના ભૂકંપમાં (kutch earthquake 2001)તે જર્જરિત થઈ છે. ત્યારે સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અને મહારાણી પ્રિતિદેવીનો એ જ વિચાર હતો કે, જે અગાઉ સ્થાપત્ય હતા એ ફરીથી એવું ને એવું જ કરવામાં આવે. આના માટે 6 મહિના અગાઉ સેપ્ટ યુનિવર્સિટી (CEPT University research at Kutch) અમદાવાદ સાથે થયેલા કરાર મુજબ ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે.