ગુજરાત

gujarat

ETV Bharat / state

'રાષ્ટ્રીય ગતિ-શક્તિ પ્રોજેક્ટ' હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ : સર્વાનંદ સોનોવાલ

કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ પ્રધાન સર્વાનંદ સોનોવાલ કચ્છના પ્રવાસે છે ત્યારે આજે કંડલાના દીનદયાળ પોર્ટ પર પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે અને દીનદયાળ પોર્ટ કંડલા-કચ્છ ખાતે રૂપિયા 277 કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહુર્ત કેન્દ્રીય પ્રઘાન સર્વાનંદ સોનોવાલે કર્યું હતું.

'રાષ્ટ્રીય ગતિ-શક્તિ પ્રોજેક્ટ' હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ : સર્વાનંદ સોનોવાલ
'રાષ્ટ્રીય ગતિ-શક્તિ પ્રોજેક્ટ' હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ : સર્વાનંદ સોનોવાલ

By

Published : Oct 19, 2021, 10:05 PM IST

  • દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
  • રૂપિયા 100 લાખ કરોડ ખર્ચ કરવાનું મહા અભિયાન હાથ ધર્યું
  • પોર્ટ પર વિવિધ સુવિધાઓ વિકસાવવા ખર્ચ કરાશે

કચ્છ: સર્વાનંદ સોનોવાલે પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના 12 મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂપિયા 100 લાખ કરોડ ખર્ચ કરવાનું મહા અભિયાન હાથ ધર્યું છે. આ ઉપરાંત તેમણે દીનદયાળ પોર્ટ કંડલાને દેશનું નંબર 1 મહાબંદર ગણાવ્યું હતું.

ઔદ્યોગિક વિકાસ તેમજ રાજ્ય સરકારની યોજનાઓ અંગે માહિતી અપાઈ

કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોથી મળેલાં લાભો અંગે વિગતે માહિતી આપી હતી અને ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ઔદ્યોગિક વિકાસ તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે વિકાસ બાબતો રજૂ કરી હતી.

નવા પ્રોજેક્ટ હાથ ધરાશે

દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ આ તકે જણાવ્યું હતું કે, ઓઇલ પાઈપ લાઈનની પરિવહન ક્ષમતા વધારવા માટે રૂપિયા 126.50 કરોડ, નવી 8મી ઓઇલ જેટી બનાવવા માટે રૂપિયા 99.09 કરોડ, માલ સંગ્રહ ગોડાઉન માટે રૂપિયા 36 કરોડ અને વાહનોની અવરજવર તેમજ પાર્કિંગ પ્લાઝાના ડીજીટીલાઈઝેશન માટે રૂપિયા 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અધિકારીઓ અને વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યાં હતાં

આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતા બેન ટીલવાણી, દીનદયાળ પોર્ટના વાઈસ ચેરમેન નંદિશ શુક્લા, કસ્ટમ અધિકારી પી.તિવારી, PRO ઓમપ્રકાશ દાદલાણી, પોર્ટના અધિકારીઓ, બંદરીય વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યવસાયકારો, કર્મયોગીઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :સુરતના ગોડાદરા માંથી પોલીસે બોગસ ડૉક્ટરની ધરપકડ કરી

આ પણ વાંચો : Drugs Case:આર્યન ખાનની ધરપકડ પર શિવસેનાના નેતાનું મોટું નિવેદન, કહ્યું - બદલો લેવાની ભાવના સાથે કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details