ગુજરાત

gujarat

ETV Bharat / state

Fashion Show : કચ્છના રણમાં ઉત્કૃષ્ટ ખાદી ફેશન શો યોજાયો, ખાદીના કપડાંની થીમ પર ફેશન શોમાં રજૂ થયેલાં વસ્ત્રો જૂઓ - Center of Excellence for Khadi CoEK

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખાદી (Center of Excellence for Khadi CoEK) દ્વારા કચ્છના રણમાં 'ઉત્કૃષ્ટ ખાદી' નામના ફેશન શો (Fashion Show on Theme of Khadi Clothes )યોજાઇ ગયો. ધોરડોના સનસેટ પોઈન્ટ ખાતે ખાદીના કપડાંની થીમ પર ફેશન શોમાં રજૂ થયેલાં વસ્ત્રોએ સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં.

Fashion Show : કચ્છના રણમાં ઉત્કૃષ્ટ ખાદી ફેશન શો યોજાયો, ખાદીના કપડાંની થીમ પર ફેશન શોમાં રજૂ થયેલાં વસ્ત્રો જૂઓ
Fashion Show : કચ્છના રણમાં ઉત્કૃષ્ટ ખાદી ફેશન શો યોજાયો, ખાદીના કપડાંની થીમ પર ફેશન શોમાં રજૂ થયેલાં વસ્ત્રો જૂઓ

By

Published : Jan 30, 2023, 2:23 PM IST

કચ્છઃ ખાદીને દેશવિદેશમાં ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બનાવવા ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ જ ક્રમમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખાદી (CoEK) દ્વારા રવિવારે કચ્છના રણમાં 'ઉત્કૃષ્ટ ખાદી' નામના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના રણમાં ઉત્કૃષ્ટ ખાદી ફેશન શો : ખાદી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સની કલ્પના ખાદી કાપડ, વસ્ત્રો, એસેસરીઝ અને હોમ ફેશન માટે પ્રયોગો, નવીનતા અને ડિઝાઇન માટેના હબ તરીકે કરવામાં આવી છે. KVICના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનીતકુમાર, કમિશનના તમામ સભ્યો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ મનોજકુમારના મુખ્ય અતિથિપદ હેઠળ ધોરડોના સનસેટ પોઈન્ટ ખાતે આયોજિત ફેશન શોમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો 7500 મહિલાઓ દ્વારા એક સાથે ચરખા કાંતણ, અદભૂત દ્રશ્યો સર્જાયા

ખાદીના કપડાંની થીમ પર ફેશન શો : ખાદીના કપડાંની થીમ પર આધારિત આ ફેશન શોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો, વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને સફેદ યુદ્ધ નિહાળનાર મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકગાયક બોરેલાલે સંગીત રજૂ કરી ઉપસ્થિત લોકોને સ્થાનિક લોક ગાયકીનો પરિચય આપી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે યોગ અને પ્રાણાયામ સંબંધિત સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો છ સાત મહિનાથી બંધ થયેલા ચરખા મોદી આવતા ચાલું થયા, કારીગરોએ કહ્યું

ટકાઉ ફેબ્રિક ખાદી : ખાદીને ડિઝાઇન સ્તરે પ્રોત્સાહન આપવા ખાદી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEK)નો ઉદ્દેશ્ય ખાદીને ડિઝાઇન સ્તરે પ્રોત્સાહન આપવા અને ઘર અને એપેરલ ડોમેન્સમાં બિન-બાયોડિગ્રેડેબલ અસ્થિર ઉત્પાદનોને બદલવા માટે પર્યાવરણીય રીતે ટકાઉ ફેબ્રિક તરીકે તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.

ખાદીના ઉપયોગ વધારવા પ્રોત્સાહન : આપને જણાવીએ કે સ્વયં પીએમ મોદી દ્વારા ખાદીના ઉપયોગ વધારવા પ્રોત્સાહન આપીને અવનવા કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2022માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront)ખાતે 27 ઓગસ્ટે ખાદી ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી પણ આપી હતી. ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરોએક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું હતું.જેમાં ખાસ તો 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થયું હતું. વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને તેમની સાથે ચરખો પણ કાંત્યો હતો.

ABOUT THE AUTHOR

...view details