કચ્છઃ શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી (Nanakdev, the guru of Sikhism) મહારાજના 552 વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત (Lakhpat Gurudwara of Kutch ) મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો.23/24/25 ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો.ત્યારે આજેવડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપત ગુરુદ્વારા પ્રકાશ વર્ષના સમાપનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.
વડાપ્રધાને કચ્છ વાસીઓને શુભકામના પાઠવી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ લખપત આ પ્રકાશપર્વ ઉજવણીમાં સહભાગી થયા હતા.તો વડાપ્રધાને પોતાના સંબોધનમાં કચ્છી ભાષામાં પણ કચ્છ વાસીઓને શુભકામના પાઠવી હતી.આ પ્રકાશ પર્વની ઉજવણીમાં ગુરુ નાનકજીના( GuruParva Celebration in Gurudwara Lakhpat Sahib)સંદેશ અનુસાર આપસી ભાઈચારા અને માનવસેવા સાથે ત્રિદિવસીય મહોત્સવમાં સરહદના ગામો ઉપર રહેતા શીખ, હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજ અને વર્ગના લોકો જોડાયા હતા.તમામ સમાજના લોકોમાં આ પર્વને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
વડાપ્રધાને કચ્છી ભાષામાં કચ્છવાસીઓના ખબર અંતર પૂછ્યા
લખપતના ધાર્મિક સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત કચ્છ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.સંબોધન પૂર્ણ કરી રહ્યા હતા ત્યારે કચ્છી ભાષામાં કી અયો મુજા ભા ભેણ કહી કચ્છી વાસીઓની પૂછપરછ કરી હતી.કચ્છી વાસીઓને કચ્છી ભાષામાં શુભકામનાઓ પાઠવી તથા વધી રહ્યા રોગચાળા વચ્ચે પોતાની તથા પરિવારોના સભ્યોની ધ્યાન રાખવા જણાવ્યું હતું. તથા હાલ શિયાળામાં ઠંડી વધુ છે ત્યારે ઠંડીથી ધ્યાન રાખવા જણાવ્યું હતું. જ્યારે તેઓ કચ્છ આવશે ત્યારે તમામ કચ્છ વાસીઓને ચોક્કસથી મળશે તેવું જણાવ્યું હતું. લખપતમાં ઉપસ્થિત તમામ સમાજના લોકોને રણોત્સવની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો હતો.તો રણોત્સવમાં દોઢેક માસમાં 1 લાખ થી વધુ પ્રવાસીઓ ઉમટયા હતા.