કચ્છઃ દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાતમાં અદાણી ગ્રુપની માલિકીના મુંદ્રા પોર્ટ પરથી અમેરિકન ગાંજાના 90 પેકેટો જપ્ત (Delhi Narcotics Control Bureau raid) કર્યા છે. આ ગાંજો સ્ક્રેપની એક કારમાં છુપાવેલા કન્ટેનરમાં હતું અને કથિત રીતે તેને હરિયાણાના સોનીપત લઈ જવામાં આવી રહ્યું હતું. ગાંજાના કન્ટેનર પર માલ્ટાનો ધ્વજ હતો. તો પકડાયેલા 60 કિલો હાઈડ્રોપોનિક વીડની આંતરરાષ્ટ્રીય કિંમત (Cannabis seized from Mundra Port) 22 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
દાણચોરીથી ડ્રગ્ઝ લાવવાનો પર્દાફાશ
દેશમાં કેફી દ્રવ્યોનું સેવન દિવસો દિવસ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યાના અહેવાલો વચ્ચે મુન્દ્રા બંદરે ઉતરેલા (Cannabis seized from Mundra Port) એક આયાતી કન્ટેનરમાંથી અંદાજે ગાંજાનો 60 કિલો જથ્થો નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોની ટુકડીએ (Delhi Narcotics Control Bureau raid) ઝડપી લીધો હતો. વિદેશોમાં નશાખોરોમાં ભારે લોકપ્રિય એવા મરીજુઆના એટલે કે ગાંજાના આધુનિક સ્વરૂપ વીડનો આટલો મોટો જથ્થો સંભવત દેશમાં પ્રથમ વખત ઝડપાયો છે. તેની સાથોસાથ ડેન્માર્કથી આવેલા આ જથ્થાએ દેશના શોખીન બંધાણીઓ હવે મોંઘા પાર્ટી ડ્રગ્સ એવા વીડને દાણચોરીથી મંગાવતા થયા હોવાના ચોંકાવનારા પ્રકરણનો પર્દાફાશ થયો છે.
કુલ 60 કિલો અમેરિકન ગાંજાનો જથ્થો ઝડપવામાં આવ્યો
મુન્દ્રા પોર્ટના સીટી 3 નંબરની જેટી પર સ્ટીમરમાંથી આ કન્ટેનર ઉતર્યું (Cannabis seized from Mundra Port) તે સાથે એનસીબીના અધિકારીઓએ (Delhi Narcotics Control Bureau raid) તેને ઝડપી લીધું હતું. તાબડતોબ આ કન્ટેનરને હનીકોમ્બ સીએફએસ ખસેડીને તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ હતી. કન્ટેનરમાં અન્ય સામાનની આડશમાં છુપાવાયેલા 90 જેટલા પેકેટ એનસીબીએ જોતજોતામાં શોધી લીધાં હતાં. અમેરિકન ગાંજાના કુલ 60 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ કોવિડની જટિલતાઓને વધારે છે ભાંગના નશાની ટેવઃ શોધ