ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજના ઝિંકડી ગામે 40 ફુટ ઊંડા કુવામા પડેલા ઊંટનું રેસ્ક્યૂ કરાયુ - ભૂજ ન્યુજ

રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ બની રહી છે ત્યારે કચ્છના ભુજ તાલુકાના ઝિંકડી ગામની સીમમાં રાત્રીના અંધારા દરમિયાન એક ઊંટ ઉંડા કુવામાં પડ્યો હતો. કુંવામાં પડેલા ઊંટનું રેસ્કયૂ કરવામાં આવ્યુ હતું. નવ કલાકની જહેમત બાદ ભુજ ફાયર સ્ટેશનની ટીમે અબોલ જીવને બચાવી લીધો હતો.

ઝિંકડી ગામે 40 ફુટ ઊંડા કુવામા પડેલા ઊંટનું રેસ્કયું કરાયુ
ઝિંકડી ગામે 40 ફુટ ઊંડા કુવામા પડેલા ઊંટનું રેસ્કયું કરાયુ

By

Published : Jun 12, 2020, 5:29 PM IST

કચ્છઃ ભુજ ફાયર સ્ટેશનના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે ઝિંકડી ગામમાંથી કોલ આવ્યો હતો. જેમાં ઊંડા કુવામાં ખાબકેલા ઊંટને બચાવવા માટે મદદ માંગી હતી. ત્યારે મોડી રાત્રે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 40 ફૂટ ઊંડા અંધારિયા કુવામાં ઊંટ જીવતો હોવાનું જણાઈ આવ્યુ હતું. અનેક પ્રયાસો અને તરકીબો અજમાવ્યા બાદ પણ ઊંટ બહાર ન આવતા ફાયર જવાની કુવાની અંદર ઉતરી ઊંટને બાંધીને ઉપર લઈ આવવાનો નિર્ણય કર્યો હતો. રાતના અંધારામાં સુરક્ષા સાથે ફાયર જવાન ઊંડા કુવામાં ઉતરી ઊંટને બાંધી દેતા ઉપર ખેંચી લેવાયો હતો. આ અબોલ જીવને બહાર કાઢવામાં સાત કલાકની મહેનત રંગ લાવતા ત્યાં ઉપસ્થિત લોકોએ ખુશી વ્યકત કરી હતી. ઊંટના માલિકેે અબોલ જીવને પ્રાથમિક સારવાર આપી હતી.

ભુજના ઝિંકડી ગામે 40 ફુટ ઊંડા કુવામા પડેલા ઊંટનું રેસ્કયું

ફાયર જવાન યશપાલસિંહ વાઘેલા, સુનિલ મકવાણા, નરેશ લોહરા અને મહેશ લોહરા કામગીરીમાં જોડાયા હતા અને ઊંટને બચાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

ભુજના ઝિંકડી ગામે 40 ફુટ ઊંડા કુવામા પડેલા ઊંટનું રેસ્ક્યૂ કરાયુ

ABOUT THE AUTHOR

...view details