ઊંટડીના દુધનું માર્કેટિંગ શરૂ કરાયા બાદ પ્રથમ વખત આ પ્રકારનો સ્ટોલ કાર્યરત કરાયો છે. સરહદ ડેરીની કર્મચારીઓની મંડળી મારફત સંચાલિત સ્ટોલનું નામ 3-સી કાફે રાખવામાં આવ્યું છે. તેના મેન્યુમાં તમામ પ્રકારના બેવરેજીસ સરદહ ડેરી દ્વારા તૈયાર કરેલા ઊંટડીના દૂધમાંથી કેમલ મિલ્ક, ચોકોલેટ, સુગર ફ્રી ચોકલેટ, સુગર ફ્રી આઈક્રિમમાંથી જુદા જુદા પ્રકારના મિલ્ક શેક, ખીર, ચાય, કોફી, ખારેકનો શેક, સુગર' ફ્રી શેક તેમજ અમૂલની અન્ય પણ તમામ વાનગીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કચ્છ રણોત્સવ: ઊંટડીના દૂધની વિવિધ વાનગીઓ જોવા મળશે - ઊંટડીના દૂધ ની વાનગીઓ
કચ્છ: દેશ વિદેશમાં પ્રખ્યાત કચ્છ રણોત્સવની આકર્ષણ પ્રવાસીઓને આ સરહદી છેવાડા સુધી ખેંચી આવે છે. દર વર્ષે કઈક નવું આપતું આ આધ્યાત્મિક અનુભવ કરાવતી ધરતી પર સફેદ રણના દર્શન કરવા પહોંચો તો આ વર્ષે તમે કંઈક નવીન અને સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ વાનગીઓનો સ્વાદ મળશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. "સરહદ ડેરી" અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા રણોત્સવ દરમિયાન કચ્છ જિલ્લાની આગવી ઓળખ સમાન ઊંટડીના દૂધને રાષ્ટ્રીય સ્તેર ઓળખ મળે તે હેતુથી સ્ટોલ રાખવામાં આવ્યા છે.
ઊંટડીના દૂધથી સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓની જાગૃતિ લોકોમાં આવે તેથી જ સ્ટોલનો સંચાલન કરવામાં આવ્યો છે. ત્યારે વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, આ વખતે 10 ટકા સુધી કેશલેસ પેમેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, કચ્છી અને ખારાઈ ઊંટડીના દુધને રાષ્ટ્રીય માન્યતા બાદ ફુડ સેફટી એન્ડ સ્ટાર્ડડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઊંટડીના દુધને પ્રમાણિત કર્યું છે. જેનું અમુલના સહકારની સરહદ ડેરી માર્કેટિંગ કરી રહ્યું છે. દુબઈ ખાતે સેમિનારમાં ભાગ લિધા બાદ હવે કચ્છ રણોત્સવમાં તેનો સ્ટોલ રાખવામાં આવ્યો છે.