કચ્છ :જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 14માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું (14th Banni Cattle Fair Organized) આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં તથા પશુ પ્રદર્શનમાં પશુ વેચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભેંસ, પાડા, ગાય, આખલા વગેરે પશુઓનું પ્રદર્શનરાખવામાં આવ્યું હતું. (Banni cattle fairs)
પશુઓની લે વેચની બજાર ઉભી કરાઈ છેસ્થાનિક સ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તેમજ પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશ સ્તરે વિશિષ્ટ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે વેચની બજાર ઉભી કરાઈ છે. (buffalo competition in Banni)
જુદી જુદી હરીફાઈઓ યોજવામાં આવી આ મેળાના ઉદ્ઘાટન બાદ સૌપ્રથમ પશુ વેચાણ કરવામાં આવ્યું હતું. હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુ મેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધ દોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આખા તંદુરસ્તી, માણસ દોડ અને બખ્ખ મલાખડોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરીફાઈના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો આપવામાં આવશે. (Banni Cattle Show)