- 1,24,33,34,705ની આવક અને 1,23,68,58,780ની જાવક દર્શાવાઈ
- કલોઝિંગ બેલેન્સ તરીકે 31 માર્ચ 2022ના રોજ 64,75,925 રૂપિયા
- ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કામગીરીને વેગ આપવા પહેલ કરાઈ
- સર્વાનુમતે બજેટ માન્ય ગણાયું
કચ્છ: ભુજ નગરપાલિકાની સામન્ય સભામાં ભુજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શાસક પક્ષના તથા વિપક્ષ પક્ષના નગરસેવકો હાજર રહ્યાં હતા તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડત પણ હાજર રહ્યાં હતા અને તમામ નગરસેવકો દ્વારા બજેટને માન્ય ગણવામાં આવ્યું હતુ.
આવક અને જાવકનો અંદાજ દર્શાવાયો
ભુજ નગરપાલિકા દ્વારા વર્ષ 2021- 2022 માટે કુલ 1.24 અબજનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય આવક, સામાન્ય ગ્રાન્ટ આવક, યોજનાકીય સામાન્ય આવક અને શિક્ષણ ઉપકરની આવક મળીને કુલ 1 અબજ 24 કરોડ 33 લાખ 34 હજાર 705 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે. જ્યારે સામાન્ય ખર્ચ, કેપિટલ ખર્ચ મ્યુનસિપાલિટીના ફંડમાંથી, યોજનાકીય ગ્રાન્ટ ખર્ચ, શિક્ષણ ઉપકર મળીને કુલ 1 અબજ 23 કરોડ 68 લાખ 58 હજાર 780 રૂપિયાની જાવક બજેટમાં બતાવવામાં આવી છે. જ્યારે 64 લાખ 75 હજાર 925 રૂપિયા કલોઝિંગ બેલેન્સ તરીકે 31 માર્ચ 2022ના હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે.
વિવિધ ટેક્સ દ્વારા 19.57 કરોડની આવક
પ્રોપર્ટી ટેક્સ, સફાઈ વેરો, વોટર ચાર્જ, ડ્રેનેજ ચાર્જ, બિનઅધિકૃત વહીવટી ચાર્જ, દીવાબત્તી વેરો, કનેક્શન ફી, વ્યવસાય વેરો, શો ટેક્સ, મેરેજ રજસ્ટ્રેશન વહીવટી ચાર્જ, મનોરંજન કર જેવા તમામ કરોને મ્યુનસિપાલિટી રેઇટ અને કર હેઠળ દર્શાવીને કુલ આવક 19 કરોડ 57 લાખ 30 હજાર દર્શાવાઈ છે.
ભાડું તથા ફી દ્વારા 4.51 કરોડની આવક
મેરેજ રજસ્ટ્રેશન ફી અને ગુમાસ્તા ધારા ફી મળીને 2 લાખ 75 હજારની આવક બજેટમાં દર્શાવામાં આવી છે. મ્યુનસિપાલિટી મિલકત તેમજ કર નાંખ્યા સિવાયની આવક 4 કરોડ 49 લાખ 25 હજાર રૂપિયા દર્શાવવામાં આવી છે. જેમાં હંગામી જમીનનું ભાડું, દુકાન ભાડું, કાયમી જમીન ભાડું, વેજીટેબલ માર્કેટ ભાડું, મકાન ભાડું, મોબાઈલ ટોયલેટ ભાડું, ધંધાદારી લાયસન્સ ફી, હોર્ડિંગ ભાડું, મોબાઈલ ટાવર ચાર્જ, કેબલ ચાર્જ, નોટીસ ફી,વોરંટ ફી, મેળાની આવકનો સમાવેશ થાય છે.
4.26 કરોડની પરચુરણ આવક
પરચુરણ આવકની અંદર નગરપાલિકાએ રોકેલા નાણાંનું વ્યાજ, માહિતી અધિકાર ફી, અરજી ફી, મલિન જળ ફી, સફાઈ દંડ,પરચુરણ ટેન્ડર ફી, એમ્બ્યુલન્સ ફી, શબવાહિની ફી,ટાઉન હોલનું ભાડું, પાણી પુરવઠા નામ ટ્રાન્સફર ફી, ટેક્સ નામ ટ્રાન્સફર ફી, પાણી લાઈન ટ્રાન્સફર ફી, જન્મ મરણ ફી, વાર્ષિક આવકનો દાખલો, ફાયર ફાઇટર ચાર્જ, પે નોટીસ પગાર મળીને કુલ 4 કરોડ 26 લાખ 70 હજારની આવક બજેટમાં બતાવવામાં આવી છે.
ગ્રાન્ટ મારફતે થનારી આવકનો કરાયો ઉલ્લેખ
સમાન્ય ગ્રાન્ટ અંતર્ગત કુલ 9,39,30,925 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે. વિકાસ ભંડોળની 1,30 લાખની આવક બજેટમાં દર્શાવાઈ છે. મ્યુનસિપાલિટી ફાળવણી બોર્ડની ગ્રાન્ટ અંતર્ગત જુદી જુદી 25 જેટલી યોજનાઓ અને ગ્રાન્ટનો સમાવેશ થાય છે. જેનાથી કુલ આવક 39,18,03,780 રૂપિયાની બજેટમાં દર્શાવાઈ છે તથા કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટથી 42 કરોડ 35 લાખ જેટલી આવક થશે તેવું અંદાજ પત્રમાં જણાવાયું છે. જિલ્લા આયોજન મંડળ ગ્રાન્ટ દ્વારા 2 કરોડ 50 લાખ જેટલી આવક બજેટમાં દર્શાવામાં આવી છે. અસાધારણ આવક 1 કરોડ 25 લાખ દર્શાવાઈ
કુલ 1 અબજ 24 કરોડની આવક દર્શાવાઈ
જ્યારે ડિપોઝિટ તરીકે વોટર સપ્લાય, ડ્રેનેજ, એકાઉન્ટ, સેનિટેશન અને ટેક્સ પેટે એડવાન્સ મળીને કુલ 3,17,34,713 રૂપિયાની આવક બજેટમાં દર્શાવામાં આવી છે. આમ કુલ મળીને 1 અબજ 24 કરોડ 33 લાખ 34 હજાર 705 ની આવક બજેટમાં દર્શાવામાં આવી છે.
આ પણ વાંચો :23મીએ વડોદરા કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાશે