કચ્છ:સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે BSFને પેટ્રોલીંગ દરમ્યાન ફરી કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું છે. જે મામલે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
પેટ્રોલિંગ દરમિયાન મળ્યું ચરસ: આજે 102 બટાલીયનના બીએસએફના જવાનોની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નારાયણ સરોવર નજીકની દરિયાઈ સીમા નજીકના ઇબ્રાહિમ પીર બેટમાંથી ચરસનો એક પેક્ત મળી આવતા જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા
બિનવારસી હાલતમાં ચરસ મળ્યું:કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં હોય છે. ઉપરાંત અનેક પાકિસ્તાની બોટો અને માછીમારો પણ તેમાં ઝડપાયા છે. ત્યારે હવે કચ્છના નારાયણ સરોવરની દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ કરતા સમયે બિનવારસી હાલતમાં ચરસનો 1 પેકેટ મળી આવ્યો છે. જે મામલે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો:Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર
કેફી દ્રવ્યોના પેકેટ મળી આવવાનો સિલસિલો:જપ્ત કરાયેલા પેકેટના પેકેજિંગ પર "અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કાફે, વેલ્વેટ" લખેલું છે. ભૂતકાળમાં BSF ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા કચ્છના બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. ઉલેખનીય છે કે કચ્છમાં આ પહેલા પણ ધણી વાર કેફી દ્રવ્યોના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આ ચરસના પેકેટ પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે. જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ વર્ષ 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કરી લીધા છે. અગાઉ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. કચ્છના જખૌ બંદરથી 400 કરોડના 77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાની લોકોને ઝડપી પાડ્યા હતાં.