કચ્છઃ સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી (BSF Search Opration in Haraminala ) પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 11 બોટને એક મેગા ઓપરેશન દ્વારા ઝડપી લેવામાં આવી છે અને સાથે 6 પાકિસ્તાની માછીમારોને પણ કબજે કરવામાં આવ્યા હતાં. આ બાબતે BSF ગુજરાત ફ્રન્ટીયરના વડા જી.એસ.મલિકે (BSF Gujarat Frontier Head IG GS Malik) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
ગુપ્ત બાતમીને લઇ શરુ થયું હતું ઓપરેશન
09મી ફેબ્રુઆરી 2022ના રોજ, કચ્છના હરામીનાળાના જનરલ એરિયામાં ફિશિંગ બોટમાં પાકિસ્તાની નાગરિકોની ઘૂસણખોરી અંગેની ગુપ્ત માહિતીના આધારે, બીએસએફની ટીમો, આર્મીના જવાનો અને ભારતીય વાયુસેના દ્વારા ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન (BSF Search Opration in Haraminala ) હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સીમામાં છુપાયેલા પાકિસ્તાનીઓને શોધવા માટે બીએસએફે વાયુ સેનાના હેલિકોપ્ટર મારફતે હરામીનાળાના ક્રીક વિસ્તારોમાં ક્રોકોડાઇલ કમાન્ડોની ત્રણ ટીમો ઉતારી હતી. જેમાં 40 કમાન્ડો આ ઓપરેશનમાં જોડાયા હતાં.
સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટીયરના વડા જી.એસ.મલિકે દેખરેખ કરી
બીએસએફ દ્વારા આ ઓપરેશન (BSF Search Opration in Haraminala ) અંગે બહાર પાડવામાં આવેલ સત્તાવાર અખબારી યાદી મુજબ આજ રોજ ભારતીય વાયુસેના દ્વારા સમર્થિત BSF અને આર્મી ટુકડીઓએ 11 પાકિસ્તાની માછીમારી બોટને જપ્ત કરવામાં સફળતા મેળવી હતી અને ઓપરેશનના વિસ્તારમાંથી 06 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. હરામીનાળાની કાદવથી લથપથ નાનીમોટી ક્રીક ચેરિયાના જંગલો અને ભરતીના પાણીમાં આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બીએસએફના ક્રોકોડાઈલ કમાન્ડો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું
ઇનપુટ મળતાની સાથે જ 300 ચોરસ કિલોમીટરના દુર્ગમ હરામીનાળાની ક્રીકમાં બીએસએફના કમાન્ડો દ્વારા ઓપરેશન (BSF Search Opration in Haraminala ) હાથ ધરાયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટીયરના વડા જી.એસ.મલિક (BSF Gujarat Frontier Head IG GS Malik) પણ હરામીનાળા વિસ્તારમાં ધસી આવ્યા હતા.
સેટેલાઇટ સર્વેમાં 20 જેટલી બોટ અને 50 જેટલા ઘૂસણખોરો
હરામીનાળામાં કરવામાં આવેલ ઓપરેશન (BSF Search Opration in Haraminala ) અંગે બીએસએફના આઈજી જી.એસ.મલિકે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે બીએસએફ, આર્મી અને એરફોર્સના સયુંકત ઓપરેશન દ્વારા 11 પાકિસ્તાની બોટો સાથે 6 માછીમારને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ઓપરેશન ફિલ્મી ઢબનું રહ્યું હતું. સૌથી પહેલાં 9મી ફેબ્રુઆરી દિવસે સેટેલાઇટ સર્વેમાં 20 જેટલી બોટ અને 50 જેટલા ઘૂસણખોરો જણાઈ આવતાં જ તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
ઝડપાયેલા તમામ પાકિસ્તાનીઓ અભણ છે પરંતુ હોશિયાર છે: આઈજી જી.એસ.મલિક
આ દિલધડક ઓપરેશનમાં (BSF Search Opration in Haraminala ) બીએસએફની 2 અને 1 આર્મીની ટીમ જોડાઈ હતી. જ્યાંથી આ પાકિસ્તાનીઓને ઝડપવામાં આવ્યાં છે તે પાકિસ્તાનના ઝીરો પોઇન્ટ વિલેજ પાસેથી ઝડપવામાં આવ્યાં છે. ઝડપાયેલા તમામ પાકિસ્તાનીઓ અભણ છે પરંતુ એક્સપર્ટ પણ હતાં. કમાન્ડોને જોઇને તુરત જ તેઓ બોટ પકડીને ભાગવા લાગ્યાં હતાં. રાત થતાં તેઓ ચેરિયાના જંગલો અને કાદવમાં છુપાઈ ગયા હતાં. સવાર થતાં એરફોર્સની મદદથી આજે તેમને ઝડપી લેવાયા હતાં. ભારત પાકિસ્તાનની બોર્ડરથી 3 કિલોમીટર આ પાકિસ્તાની માછીમારો દૂર હતાં અને ખૂબ સ્પીડમાં તેઓ ભાગી રહ્યાં હતાં.