ગુજરાત

gujarat

ETV Bharat / state

Pakistani Boat Captured : BSF ભૂજે સરક્રીકમાંથી 2 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી - કચ્છ BSF

કચ્છના સરક્રીક વિસ્તારમાંથી BSFના કર્મીને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટો નજરે (Pakistani Boat Captured) ચડ્તા ઝડપી પાડવામાં આવી છે. એક સાથે બે બોટ નજરે ચડતા BSFના જવાનો દ્વારા ઓપરેશન (Pakistani Boat in Kutch) તાત્કાલીક શરુ કરવામાં આવ્યું છે.

Pakistani Boat Captured : BSF ભુજ દ્વારા સરક્રીકમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરાઈ
Pakistani Boat Captured : BSF ભુજ દ્વારા સરક્રીકમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરાઈ

By

Published : Mar 17, 2022, 7:51 AM IST

કચ્છ : ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અવાર નવાર પાકિસ્તાની (Pakistani Boat Captured) બોટો જોવા મળી હોય છે. જેમાં કેટલીક બોટ સુરક્ષા કર્મીના હાથે લાગતા જપ્ત કરી લેવામાં છે. ત્યારે ફરી સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના સરક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 2 બોટને (Pakistani Boat in Kutch) ઝડપી લેવામાં આવી છે.

આ પણ વાંચો :Pakistani Boat Captured By BSF : કચ્છના હરામીનાળામાં BSFનું મેગા સર્ચ ઓપરેશન, ક્રીક વિસ્તારમાં 11 પાકિસ્તાની બોટ જપ્ત

BSFના પેટ્રોલિંગ દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી લેવાઈ -ગઈકાલે બપોરના 4:30 વાગ્યાના સમયે ભુજની BSFની ટુકડીના જવાનો સરક્રીક નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક પાકિસ્તાની (Pakistani Boat by Sea) માછીમારો સાથે એક પાકિસ્તાની ફિશિંગ બોટ જણાઈ આવતા BSFની પેટ્રોલિંગ પાર્ટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી લીધી હતી.

આ પણ વાંચો :Pakistan Marines Hijacked Fishermen : પોરબંદર IMBL નજીકથી પાકિસ્તાન મરિન દ્વારા 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ

બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું -માછીમારો દલદલી વિસ્તારનો (Pakistani Fishermen in Kutch) લાભ લઈને પાકિસ્તાની વિસ્તારમાં ભાગી ગયા હતા. બોટમાંથી ઝડપાયેલી વસ્તુઓમાં માછીમારીની જાળ, માછીમારીના સાધનો, ખાદ્યપદાર્થો, પીવાના પાણીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અને વિસ્તારમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. BSFના જવાનો દ્વારા હજી પણ ઓપરેશન ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details