ગુજરાત

gujarat

ETV Bharat / state

BSFના જવાનોએ ભુજના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું - ભુજના તાજા સમાચાર

કચ્છ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય કચ્છ બોર્ડર પર ફરજ પર તૈનાત BSFના જવાનો સમયાંતરે સમાજમાં પણ પોતાનું વિવિધ યોગદાન આપતા હોય છે. આ જ સરહદના સંત્રીઓએ ગુરૂવારે ભુજના હદય હમીરસર તળાવના કિનારે સફાઈ આભિયાન કરી પોતાનું શ્રમદાન આપ્યું હતું. ઉપરાંત ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશને પણ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

BSF personnel conducted a cleanup operation in different areas of Bhuj
BSFના જવાનોએ ભુજના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું

By

Published : Dec 5, 2019, 7:12 PM IST

Updated : Dec 5, 2019, 9:11 PM IST

કચ્છ ભુજ ખાતે ગુરૂવારે વહેલી સવારે BSFની 79 બટાલિયનના અધિકારી અને જવાનો દ્વારા ભુજના હમીરસર તળાવની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત 79 બટાલિયન દ્વારા એક પખવાડિયા સુધી ભુજના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવામાં આવશે.

વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન

ભુજ શહેરના હદય હમીરસર તળાવની સફાઈ કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓ, 200 જેટલા જવાનો, 100 જેટલા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.

સફાઈ અભિયાન

ભુજ શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા ઉપારંત જાહેરમાં કચરો ન ફેકવા અંગે BSF 79 બટાલિયન ભુજના અધિકારી રાજેન્દ્રસિંઘે લોકોને અપીલ કરી હતી.

ભુજ રેલવે સ્ટેશન ખાતે બટાલિયન નંબર 172 બટાલિયન નબંર 108 તથા 10777 આર્ટિલરી રેજીમેન્ટ દ્વારા સફાઈ અભિયાન આદરીને પ્રવાસીઓને પ્લાસ્ટીક મુકત દેશ માટે અપીલ કરી હતી. રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ, પાર્કિંગ, તથા રેલવે ટ્રેકની સફાઈ કરવામાં આવી હતી.

Last Updated : Dec 5, 2019, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details