- જાસૂસી કરતા ઝડપાયેલા BSF જવાને જેલમાં કર્યો હુમલો
- સવારના જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં જેલ સહાયક સાથે કરી મારામારી
- આરોપી ઝનૂની સ્વભાવનો છે અને અવાર-નવાર જેલમાં ઉશ્કેરાઈ જાય છે: જેલર
કચ્છ: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (Border Security Force)નાં ગાંધીધામ યુનિટ (Gandhidham unit)માં તૈનાતકાશ્મીરી જવાન જાસુસી (undercover kashmiri jawan)કરતા ઝડપાયો હતો. ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (gujarat anti terrorism squad) દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી, જેથી બોર્ડર ડિસ્ટ્રીક્ટ કચ્છ (border district kutch)ની ઇન્ટેલિજન્સ એજન્સીઓ (Intelligence agencies) પણ ચોંકી ઉઠી હતી. આરોપી મોહમ્મદ સજ્જાદને પાલારા જેલમાં ઉચ્ચ સુરક્ષા (high security)માં રાખવામાં આવ્યો હતો. આજે સવારમાં આરોપીએ જેલમાં 2 જેલ સહાયકો પર હુમલો (attack on prison assistant) કર્યો હતો.
જેલ સહાયકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
પાલારા ખાસ જેલના જેલર રાજેન્દ્ર રાવે ETV Bharat સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'દેશ સાથે ગદ્દારી કરનારા આરોપી સજ્જાદને પાલારા ખાસ જેલમાં રાખવામાં આવ્યુો છે, જ્યાં તે આજે સવારના 7:20 કલાકના સમયગાળામાં ચા પીવા માટે પોતાના બેરેકમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે હાઈ સિક્યુરિટી ઝોનમાં પોતાની ફરજ બજાવી રહેલા રણજીતસિંહ પરમારે તેને સિક્યુરિટી ઝોનમાં પ્રવેશતા રોક્યો હતો, ત્યારે આરોપીએ ઉશ્કેરાઇને જેલ સહાયક સાથે ગાળાગાળી કરી હતી અને અભદ્ર વર્તન કર્યું હતું અને ત્યારબાદ મારામારી કરી હતી.
આરોપી ઝનૂની સ્વભાવનો છે અને અવાર-નવાર જેલમાં ઉશ્કેરાઈ જાય છે: જેલર