આ 57 યુવાનોને ભુજ સ્થિત BSFની બટાલિયન 79 અને 108ના જવાનોએ એક મહિનાની આકરી તાલીમ આપી હતી.જેમાં શારીરિક કસરતોની સાથે વિવિધ વિષયો પણ ભણાવાયા હતા. આ 57 યુવાનોને દરરોજ 5 કિલોમીટરની દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ ઉપરાંત શારીરિક ચુસ્તી માટેની આકરી તાલીમ સતત એક મહિનો અપાઈ હતી.ઉપરાંત ગણીત,જનરલ સાયન્સ,જનરલ નોલેજ,રિઝોઇનિંગ,ઈંગ્લીશ અને હિન્દી વિશેનું પ્રશિક્ષણ પણ અપાયું હતું.અર્ધ લશ્કરી બળો પાસેથી આ તાલીમ લેનાર આ તમામ 57 યુવાનોને કચ્છ BSFના DIG એસ.એસ. ડબ્બાસ, બટાલિયન 79 ના કમાનડન્ટ દિનેશ મુર્મૂ, જે.એસ. બિનજીની ઉપસ્થિતમાં તાલીમ અંગેના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
જાણો કચ્છમાં સુરક્ષા સાથે BSFની સામાજિક કામગીરી વિશે - કચ્છ
કચ્છ: ગુજરાતના યુવાનો અર્ધ લશ્કરી દળો અને લશ્કરમાં સામેલ થાય તે માટે ભુજમાં BSF દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગામનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી દ્વારા BSFના સહયોગ આયોજિત ટ્રેનિગમાં ગુજરાતના 57 યુવાનો જોડાયા હતા. જેમને પ્રમાણપત્ર સાથે સન્માન અપાયું હતું.
BSF દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગામનું આયોજન કરાયું
આ તાલીમ લેનાર યુવાનો માટે આર્મી,CRPF તેમજ અન્ય અર્ધ લશ્કરી દળોમાં જોડાવવાનું સરળ બનશે. મુખ્યત્વે આ તાલીમ લેનાર યુવાન સુરક્ષા એજન્સીઓમાં જોડાઈને દેશની સેવા કરી શકે છે.