આ પ્રસંગે આરોગ્ય તપાસણી કેમ્પ પણ યોજાયો હતો. જેમાં સીમા સુરક્ષા દળના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.એન. કુમાર તથા ડો. મીનાબેને અંદાજે 325 દર્દીને તપાસી દવા આપી હતી. આ અવસરે સીમા સુરક્ષા દળના વિવિધ હથિયારોનું પ્રદર્શન પણ યોજાયું હતું જેમાં બાળકોએ પોતાની રુચિ દેખાડી હતી. બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં.
BSF સરહદી વિસ્તારોમાં સુરક્ષા સાથે આપે છે સામાજિક યોગદાન, કચ્છમાં કરાયું આયોજન - સરહદને સતત 24 કલાક સુરક્ષિત રાખતા BSF
કચ્છઃ સરહદને સતત 24 કલાક સુરક્ષિત રાખતા BSFની વિવિધ બટાલીયન સામાજિક યોગદાનમાં પણ અગ્રેસર છે. ખાસ કરીને આજના સમયમાં સરહદના રક્ષણમાં સરહદી વિસ્તારના નાગરિકોની સહાયતા પણ ખુબ જરૂરી છે ત્યારે સીમા સુરક્ષા દળની 108 બટાલિયન દ્વારા નારાયણ સરોવરની પ્રાથમિક શાળામાં નાગરિક ઉત્કર્ષના યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના છાત્રોને પ્રોત્સાહિત કરવા રમતગમતના સાધનો, શાળામા ફર્નિચર તથા સ્વચ્છતાને લગતી સામગ્રીનું વિતરણ કરાયું હતું.
આરોગ્ય તપાસણી કેમ્પ
સીમા સુરક્ષા દળ ભુજ ક્ષેત્રના ઉપમહાનિરીક્ષક સમન્દ્રસિંહ ડબાસે નારાયણ સરોવર BSF એફના સીવીક એકશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આશુતોષકુમાર સિંહ તથા અધિકારીઓ અને જવાનોની સાથોસાથ સીમા ક્ષેત્રના સન્માનિત વ્યક્તિઓ, સરહદી ક્ષેત્રની 18 પ્રાથમિક શાળાના છાત્રો અને અંદાજે 600 જેટલા ગ્રામજનો જોડાયા હતા.