ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં 45 ગામોની 500થી વધુ મહિલાઓને અપાયું સ્તનપાન જાગૃતિ માર્ગદર્શન - kutch news today

ભુજઃ મુન્દ્રા તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ 1 ઓગષ્ટથી 7 ઓગષ્ટ દરમિયાન અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત 45 ગામોની 500 મહિલાઓને સુપોષણ સંગીની બહેનો દ્વારા સતત 7 દિવસ સ્તનપાન જાગૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્તનપાન જાગૃતિ માર્ગદર્શન

By

Published : Aug 8, 2019, 4:54 AM IST

ફાઉન્ડેશનનાં હેડ પંક્તીબેન શાહના માર્ગદર્શન હેઠળ આશાવર્કર, આંગણવાડી બહેનો અને સબંધિત ગામના મહિલા મંડળો બહેનો દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકને જન્મના પહેલા કલાકમાં સ્તનપાન કરાવવું જરૂરી છે હોવાની સમજણ આપીને માતા અને બાળકના સંપર્ક સ્તનપાન માટે જરૂરી દૂધ તથા કોલોસ્ટ્રોમ બનાવવા મદદરૂપ બને છે અને કોલોસ્ટ્રોમને પ્રથમ ધાવણનું દૂધ પણ કહેવામાં આવે છે. આ સહિતની વિવિધ સમજણ અપાઈ હતી. બાળકને છ માસ સુધી ફક્ત માતાના દૂધ ઉપર જ રાખવું જોઈએ તે માટે ખાસ ભારપુર્વક જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details