ગુજરાત

gujarat

ETV Bharat / state

સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન

કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છમાં (White desert of Kutch) આવશે. રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન. આવું પહેલી વાર બનશે કે સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન (Promotion of the film Shehzada) કરવામાં આવશે.

સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન  તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન
સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન

By

Published : Jan 13, 2023, 8:39 AM IST

સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન

કચ્છ બોલીવૂડ અભિનેતા (Bollywood promotions) કાર્તિક આર્યન ઉત્તરાયણના સફેદ રણની(White desert of Kutch) મુલાકાત લેશે. આ પહેલી વાર બનશે કે કોઇ અભિનેતા સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન કરશે. ઉત્તરાયણના કાર્તિક આર્યન સફેદ રણમાં પતંગ ઉડાડશે અને સાથે જ તેમની આવનારી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન(Promotion of the film Shehzada) પણ કરશે. રણમાં પોતાની ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન કરશે. ફિલ્મને લઇને અભિનેતાઓ સહિત અનેક દરેક કલાકારો લોકોને આકર્ષવા નવા નવા પ્રમોશન આઇડિયા અપનાવી રહ્યા છે. ત્યારે કાર્તિક આર્યનએ ઉત્તરાયણનને ધ્યાનમાં રાખીને સફેદ રણમાં કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન. આ પ્રમોશમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી સંભાવનાઓ કચ્છ પ્રવાસન વિભાગએ દર્શાવી છે.

આ પણ વાંચો બોમ્બે હાઈકોર્ટમાં અનુષ્કાની સેલ્સ ટેક્સ અરજી, થશે 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણી

વિશ્વફલક પર ચમક્યુંકચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે. દેશ વિદેશથી લોકો આ રણની સુંદરતા માણવા કચ્છ પધારે છે. ત્યારે તારીખ 14 જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન કચ્છના સફેદ રણની મુલાકાત લેશે. અને પોતાની આગામી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન કરશે. ટી-સિરીઝ દ્વારા નિર્મિત ફિલ્મ શેહઝાદા આગામી તારીખ 10 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અને બોલીવુડના જાણીતા દિગ્દર્શક રોહિત ધવન દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લીડ એક્ટર કાર્તિક આર્યન 14 જાન્યુઆરીના સફેદ રણ આવશે અને આ ફિલ્મનું પ્રમોશન કરશે, જેની સત્તાવાર વિગત ગુજરાત પ્રવાસન વિભાગે આપી હતી.

આ પણ વાંચો Pathan Movie Controversy: દીપિકા પાદુકોણના કેસરી સેન્ડલને લઈને થયો વિવાદ

ઉમટશે જનમેદનીકાર્તિક આર્યનની મુલાકાત અંગે માહિતી આપતા પ્રવાસન વિભાગે જણાવ્યું હતું કે બપોરે 1 વાગ્યે કાર્તિક આર્યન રણોત્સવ (Karthik Aryan Ranotsav) ખાતે પહોંચશે અને ઉત્તરાયણ હોતાં રણમાં પતંગ પણ ઉડાડશે.કાર્તિક આર્યને પણ આ મુદ્દે એક વીડિયો મેસેજ જાહેર કરી લોકોને સફેદ રણમાં આવી તેમની સાથે પતંગ ઉડાડી પેચ લડાવવા આમંત્રણ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સફેદ રણમાં કોઈ બોલીવુડ ફિલ્મનું પ્રમોશન થતું હોય તેવી આ પહેલી ઘટના બનશે અને બોલીવુડ અભિનેતાને સાક્ષાત નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટશે.

ABOUT THE AUTHOR

...view details