કચ્છ : છેલ્લા કેટલાક સમયથી બંદરે આયાત નિકાસના નામે મિસ ડિકલેરેશનથી દાણચોરીથી (Blood Sandalwood Smuggling) પ્રતિબંધીત માલસામાન અને કેફી દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે લાલ ચંદનના સાડા પાંચ ટન જેટલા મોટા જથ્થાને દેશ બહાર મોકલવામાં આવી રહ્યું હતું. DRIએ મોડી રાત સુધી ઓપરેશન હાથ ધર્યું હતું. મુન્દ્રા પોર્ટ પર MICTમાં DRIએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદન ના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદન 177 લોગ્સ કબ્જે કર્યા હતા.
DRI દ્વારા વધુ તપાસ હાથ ધરી
ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા બુધવારે સાંજના સમયે લુધિયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું. પરંતુ તેની જગ્યાએ કંઈક બીજું જ જતું હોવાનું ઇનપુટના આધારે કન્ટેનરને MICTમાં રોકાવીને DRIની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલા રક્તચંદન (Blood sandalwood at Mundra Port) ટિમ્બર લોગ મળી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી ગણનાના અંતે કુલ 177 રક્તચંદન લોગ્સ હોવાનું સામે આવ્યું હતું.
જથ્થો લુધિયાણાથી દુબઈ માટે એક્સપોર્ટ
DRI દ્વારા કરેલી કાર્યવાહીમાં ઝડપાયેલા રક્ત ચંદન કે જેનું વજન કરતા તે 5.4 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અનુસાર ત્રણ કરોડ જેટલી કિંમત (Price of Blood Sandalwood) આ જથ્થાની થવા જાય છે. તેને ચીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો લુધિયાણાથી આવ્યો હતો અને દુબઈ માટે એક્સપોર્ટ (Blood Sandalwood Exported from Ludhiana to Dubai) થવાનો હતો. પરંતુ તેવું થાય તે પહેલા DRIએ તેને ઝડપી લીધો હતો.
વધુ તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના
DRI દ્વારા મુન્દ્રા અદાણી પોર્ટ પર ડ્રગ્સનો વિશ્વ વિક્રમી જથ્થો ઝડપાયા બાદ વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર રેલવે માર્ગે લુધિયાણાથી મુંદ્રા સુધી આવ્યું હોવાનું ખુલ્યું હતું. જેની એક્સપોર્ટ પાર્ટી પણ લુધિયાણા સ્થિત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં આ રક્તચંદના (Blood Sandalwood at Mundra Adani Port) પ્રકરણમાં પણ ઘણા મોટા ખુલાસા થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
અગાઉ પણ આ પોર્ટ પરથી 6 કરોડના લાલ ચંદનના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુન્દ્રા પોર્ટ ખાતે નિકાસકારનું કન્ટેનર ઓલ કાર્ગો CFS માં ખોલતા તેમાંથી હોંગકોંગ નિકાસ માટે આવેલા 6 કરોડના લાલ ચંદનના જથ્થાને ગાંધીધામ DRI દ્વારા ઝડપી (3 Crore Blood Sandalwood was Seized) પાડવામાં આવ્યું હતું. ગાંધીધામ DRI દ્વારા કરેલી કાર્યવાહીમાં કુલ 12થી 13 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં નિકાસકાર તરીકે ભોલી એક્સપોર્ટ દિલ્હીનું નામ સામે આવ્યું છે. કન્ટેનરમાં આયર્ન અને બ્રાસનો બિલ્ડીંગ મટીરીયલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ખોટું મટીરીયલ કરીને તેની આડમાં રક્તચંદનનું નિકાસ કરવામાં આવી રહ્યું હતું.
ભારતમાં રક્ત ચંદન વૃક્ષ ક્યાં જોવા મળે? (Blood Sandalwood Tree)
રક્ત ચંદનની લાકડી પાણીમાં ડૂબી જાય છે. જે તેની મુખ્ય ઓળખ છે. લાલ ચંદનના ઝાડની સરેરાશ ઊંચાઈ 8 થી લઈને 12 મીટર સુધી હોય છે. રક્ત ચંદનના વૃક્ષ દક્ષિણ ભારતના શેષા ચલમ સિવાય ક્યાંય ઉગતા નથી. માત્ર તામિલનાડુની સરહદે આવેલા આંધ્ર પ્રદેશના ચાર જિલ્લા નેલ્લોર, કુરનૂલ, ચિત્તૂર, કડપ્પામાં ફેલાયેલી શેષા ચલમની પહાડીઓમાં જ ઉગે છે.