કચ્છઃ દરિયાઈ સીમા તેમ જ મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી કેફી દ્રવ્યો અનેકવાર મળી આવ્યા છે. ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પરથી રક્તચંદનની દાણચોરીની ઘટના (Blood sandalwood seized from Mundra Port) સામે આવી છે. DRIની ટીમે (DRI Operation at Mundra Port) 14 ટન અંદાજિત રક્તચંદન ઝડપી પાડ્યું છે. તેની કિંમત અંદાજિત 7 કરોડ રૂપિયાની છે. જોકે, છેલ્લા ઘણા સમયથી અહીંના બંદરે આયાતનિકાસના નામે મિસડિક્લેરેશનથી દાણચોરીથી પ્રતિબંધિત માલસામાન અને કેફી દ્રવ્યોનીહેરાફેરીની ઘટનાઓ વધી (Incident of smuggling at Mundra port) રહી છે.
દેશની બહાર મોકલવામાં આવી રહ્યું હતું રક્તચંદન - તેવામાં ગઈકાલે (ગુરુવારે) રક્તચંદનનો આટલો મોટો જથ્થો વુડનીઝ આઈટમ ડિક્લેર (Woodens item declare) કરીને દેશની બહાર મોકલવામાં આવી રહ્યું હતું. જોકે, DRIએ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે મુન્દ્રા પોર્ટ પર MICT ટર્મિનલમાંથી DRIએ (DRI Operation at Mundra Port) આ રક્તચંદનનો જથ્થો (Blood sandalwood seized from Mundra Port) એક્સપોર્ટ થાય તે પહેલાં જ ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું
MICT ટર્મિનલ પર નિકાસ માટે આવેલું 7 કરોડનું રક્તચંદન ઝડપાયું -ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI) દ્વારા ગુરુવારે સાંજે દુબઈ એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કન્ટેનરમાં વુડનિઝ આઈટમ હોવાનું ડિક્લેરેશન (Woodens item declare) હતું, પરંતુ તેની જગ્યાએ કંઈક બીજું જ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને રોકાવીને DRIની ટીમે તપાસ હાથ ધરી હતી. તેને ખોલીને ચેક કરતા અંદરથી રક્તચંદન (Blood sandalwood seized from Mundra Port) હોવાનું બહાર આવ્યું હતું.