ગુજરાત

gujarat

ETV Bharat / state

અબડાસાની બેઠક પર પ્રચાર માટે ભાજપના આગેવાનો મેદાને ઉતર્યા - ભાજપ ધારાસભ્ય

અબડાસા વિધાનસભાની બેઠક પર ભાજપનો પ્રચાર કરવા ભાજપે ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચાર કાર્ય માટે કાર્યકર્તાઓ અને આગેવાનોની ફોજ મેદાનમાં ઉતારી છે. આ બેઠક પર છેલ્લી 10 ચૂંટણી પૈકી ભાજપ માત્ર 3 વખત વિજેતા બન્યું છે તેમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહના વિજય માટે એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. ઉમેદવાર અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠાની ચૂંટણી બની છે.

અબડાસાની બેઠક પર પ્રચાર માટે ભાજપના આગેવાનો મેદાને ઊતર્યા
અબડાસાની બેઠક પર પ્રચાર માટે ભાજપના આગેવાનો મેદાને ઊતર્યા

By

Published : Oct 17, 2020, 10:20 PM IST

Updated : Oct 18, 2020, 4:46 PM IST

  • અબડાસા બેઠક જીતવા ભાજપે આગેવાનોને મેદાને ઊતર્યા
  • શિક્ષણપ્રધાન સહિતના પ્રધાનો પહોંચ્યા અબડાસા
  • અબડાસા બેઠક જીતવા ભાજપ લગાવી રહી છે એડીચોટીનું જોર
  • કચ્છમાં ભાજપે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો
    અબડાસાની બેઠક પર પ્રચાર માટે ભાજપના આગેવાનો મેદાને ઉતર્યા

અબડાસાઃ ભાજપે આ વખતે અબડાસાની પેટા ચૂંટણીની બેઠક માટે ઉમેદવાર પ્રદ્યુમનસિંહને મેદાને ઉતાર્યા છે. પ્રદ્યુમનસિંહને જીતાડવા અને તેમનો પ્રચાર કરવા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રભારી પ્રધાન દિલીપ ઠાકોર, ભીખુ દલસાણીયા, શંકર ચૌધરી, કે. સી. પટેલ, પ્રદીપસિંહ વાઘેલા કચ્છ પહોંચ્યા છે. આ ઉપરાંત કચ્છના સાંસદ ધારાસભ્યો, સગંઠનનના નેતાઓ પ્રચાર પ્રસાર સહિતના તમામ કામોમાં જોર લગાવી રહ્યા છે. આજે નખત્રાણા અને નલિયા ખાતે અબડાસા મત વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયતના બેઠકના ઈન્ચાર્જ સાથે બેઠકો યોજાઈ હતી. જ્યારે ભૂજમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી.

  • અબડાસાનો ઈતિહાસ, ભાજપ એટલું લગાવી રહ્યું છે જોર

અબડાસાની ચૂંટણીઓમાં કોઈ ઉમેદવાર રિપીટ થતો નથી અને બહારનો ઉમેદવારો જીતતો નથી. એવા ઈતિહાસ વચ્ચે આ પેટા ચૂંટણીમાં અપક્ષો પણ મહત્ત્વપૂર્ણ સાબિત થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપના આગેવાનો સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.

  • કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી નથી શકતીઃ શિક્ષણ પ્રધાન


ભૂજમાં કાર્યકર્તા બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વિકાસના મુદ્દે તમામ 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા થશે. પેઈજ બુથ સુધી મતદાર સુધી ભાજપ પહોંચ્યું છે. અમારે અપક્ષો સાથે કોઈ લેવા દેવા નથી. પક્ષપલટાના મુદે કોંગ્રેસ ભલે આરોપી કરી રહી હોય પણ કોંગ્રેસ પોતાનું ઘર અને જનાધાર ધરાવતા નેતાઓને સાચવી શકતું નથી. આથી જ આ નેતાઓ ભાજપમાં જોડાયા છે. પૂર્વમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને ભાજપના ઉમેદવાર હંમેશા એક વાક્ય કહે છે કે, કોંગ્રેસમાં હતો ત્યારે વિકાસ કામો નહોતા થતાં લોકોના કામો માટે ભાજપમાં જોડાયું છે ત્યારે ભાજપ સરકાર કોંગ્રેસના વિસ્તારોમાં વિકાસકામોમાં ધ્યાન નથી આપતી તેવા સવાલના જવાબમાં શિક્ષણપ્રધાને કહ્યું હતું કે કામો તો થાય જ છે પણ ભાજપના કાર્યકતાઓની સક્રિયતાને પગલે વધુકામો થતા હોય છે.

  • અબડાસા બેઠક ભાજપ જ જીતશેઃ શંકર ચૌધરી


સંગઠનના નેતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપ પર આક્ષેપ કરતા પહેલા કોંગ્રેસ પર પોતાનું મનોમંથન કરવાની જરૂર છે. પોતાના લોકોને સાચવી ન શકતો કોંગ્રેસ પક્ષ હવે પરીણામ પહેલા જ હાર ભાળી ગયો છે. કચ્છની પ્રજાને કમળ પર કેન્દ્ર સરકાર પર ભાજપની રાજ્ય સરકાર પર ભરોસો છે એને તેથી અબડાસામાં ભાજપ વિજય થશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

Last Updated : Oct 18, 2020, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details