ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપે નામ જાહેર કર્યા - Vice-precident

કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠકમાંથી 32 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બન્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના હોદ્દાઓ માટે આજે ભુજના ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા હતા.

ભાજપે હોદ્દેદારોના નામ જાહેર કર્યાં
ભાજપે હોદ્દેદારોના નામ જાહેર કર્યાં

By

Published : Mar 18, 2021, 3:06 PM IST

  • 40 બેઠકમાંથી 32 બેઠક પર ભાજપના ઉમેદવારો
  • પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ ભરાયા
  • આવતીકાલે શુક્રવારે સત્તાવાર સામાન્ય સભામાં નામ જાહેર કરાશે

કચ્છ : જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પારૂલ કારા, ઉપ-પ્રમુખ તરીકે વણવીર રાજપુત, કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્ર ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે હરિભ જાટીયા અને દંડક તરીકે મશરૂ રબારીના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

ભાજપે હોદ્દેદારોના નામ જાહેર કર્યાં

આ પણ વાંચો : આણંદની 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ ભરાયા

ભાજપ દ્વારા જુદા-જુદા હોદ્દા માટેના નામ જાહેર કરાયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખે જિલ્લા પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ નામો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, આવતીકાલે સામાન્ય સભામાં આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

ABOUT THE AUTHOR

...view details