કચ્છમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, BSF દ્વારા ભુજ-ગાંધીધામમાં સાઈકલ રેલી યોજાઈ
કચ્છ: આજથી વીસ વર્ષ પહેલા ભારતીય સેનાએ પોતાની બહાદુરી, ખુમારી અને તાકાતના પરિણામ સ્વરૂપ કારગિલમાં વિજય મેળવ્યો હતો. જેના પગલે કચ્છમાં આજે સૈન્યની ત્રણેય પાંખે સાથે મળીને આ વિજય દિવસની સાપ્તાહિક ઉજવણી શરૂ કરી છે. જે ઉજવણીના પ્રથમ દિવસે આજે ભુજ-ગાંધીધામમાં BSF દ્વારા સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું.
કારગીલ યુદ્ધ વિજયને 20 વર્ષ પૂર્ણ થતા સૈન્યની ત્રણેય પાંખોએ વિજય દિવસની એક સપ્તાહ સુધી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. કચ્છમાં પણ સેનાની ત્રણેય પાંખોનાં મથકોમાં આજે BSFએ કારગીલ વિજય દિવસની ઉપલક્ષમાં સાઈકલ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જવાનો જોડાયા હતા. કારગિલનું યુદ્ધ મુશ્કેલ સ્થિતિમાં જવાનોએ જીત્યું તેના શોર્યથી લોકો વાકેફ થાય તે ઉદ્દેશ સાથે એક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. સાયકલ રેલી ભુજના માર્ગોપર 9 કિ.મી રૂટ પર ફરી હતી. ત્યારે, ગાંધીધામ ખાતે BSFની સાયકલ રેલી આદિપુર થઈને પરત ફરી હતી.