ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યની શ્રેષ્ઠ શાળાઓમાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયે પ્રથમ સ્થાન મેળવ્યું - best schools in the state

રાજ્યની શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા દર વર્ષે જિલ્લા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવામાં આવતી હોય છે. પસંદ કરાયેલી શાળાને ઇનામરૂપે નિયત રકમની ફાળવણી કરવામાં આવે છે. સરકારના તારીખ 9/3ના પરિપત્ર મુજબ આ વર્ષે રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબરે ભુજની માતૃછાયા કન્યા વિધાલય રહી હતી. શાળાને પ્રોત્સાહક ઇનામ રૂપે સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયને રાજ્યની નંબર વન શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી
ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયને રાજ્યની નંબર વન શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી

By

Published : Mar 18, 2021, 11:09 PM IST

  • પ્રોત્સાહક ઇનામ રૂપે સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવશે
  • શિક્ષણ, કોરોનાકાળની પ્રવૃત્તિઓના આંકલન માટે 76 મુદ્દા આધારિત 50 પાનાની ફાઈલ તૈયાર કરાઈ
  • શિક્ષણાધિકારી કચેરીની પણ સરકારમાં નોંધ લેવાઈ

કચ્છઃ રાજ્યની શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા દર વર્ષે જિલ્લા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરીને ઇનામરૂપે નિયત રકમની ફાળવણી કરવામાં આવતી હોય છે. સરકારના તારીખ 9/3ના પરિપત્ર મુજબ આ વર્ષે રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબરે ભુજની માતૃછાયા કન્યા વિધાલય રહી હતી.

શિક્ષણ, કોરોનાકાળની પ્રવૃત્તિઓના આંકલન માટે 76 મુદ્દા આધારિત 50 પાનાની ફાઈલ તૈયાર કરાઈ

આ પણ વાંચોઃETV ભારતનો વિશેષ અહેવાલ, રાજકોટમાં ચાલુ વર્ષે સૌથી ઓછું એર પોલ્યુશન નોંધાયું

ગ્રાન્ટ ઈન એઈડ હાઈસ્કૂલ શ્રેષ્ઠ શાળા તરીકે માતૃછાયા કન્યા વિદ્યાલય

જિલ્લા અને રાજ્યકક્ષાએ ગ્રાન્ટ ઈન એઈડ હાઈસ્કૂલ શ્રેષ્ઠ શાળા તરીકે આગળ આવવા માટે પ્રેરાય તે માટેના પ્રોત્સાહક ઈનામ આપવાની સરકારની પ્રક્રિયા અંતર્ગત વર્ષ 2020-2021 માટે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયને રાજ્યની નંબર વન શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી હતી.

શિક્ષણાધિકારી કચેરીની પણ સરકારમાં નોંધ લેવાઈ

માતૃછાયાને કુલ 6 લાખની ગ્રાન્ટ મળશે

ધોરણ 9થી 12ના વર્ગો માટેની શાળાને રાજ્યભરમાં પ્રથમ ક્રમે આવતા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા કક્ષામાં પણ નંબર મેળવવા બદલ માતૃછાયા ઉપરાંત માંડવી તાલુકાના ભાડઈની માધ્યમિક શાળા અને નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની પટેલ ભીમજી કેસરા વિદ્યાલયને એમ ત્રણ શાળાને પ્રત્યેકને એક-એક લાખની ગ્રાન્ટ અપાશે. માતૃછાયાને જિલ્લા અને રાજ્ય મળીને કુલ 6 લાખની ગ્રાન્ટ મળશે.

માતૃછાયાને કુલ 6 લાખની ગ્રાન્ટ મળશે

છેલ્લા ત્રણ વર્ષનું આંકલન કરવામાં આવ્યું

છેલ્લા ત્રણ વર્ષના કરાયેલા આંકલનમાં શિક્ષણ ઉપરાંત કોરોનાકાળમાં દીકરીઓને ઓનલાઇન પ્રવૃત રાખવા સહિતના મુદ્દાઓ ધ્યાને લેવામાં આવ્યા હતા. ભુજની માધ્યમિક કન્યા શાળા પ્રથમ આવતા શિક્ષણાધિકારી કચેરીની પણ સરકારમાં નોંધ લેવામાં આવી હતી અને શાળાઓની કચેરીના કમિશ્નર દ્વારા વર્ષ 2020-21ના અનુસંધાને પ્રોત્સાહક ઈનામની જોગવાઈ કરવામાં આવી હતી.

રાજ્યની શ્રેષ્ઠ શાળાઓમાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયે પ્રથમ સ્થાન મેળવ્યું

આ પણ વાંચોઃશું મીઠા પર સેસ ઉધરાવવો સરકારને મોંઘો પડે છે?

ત્રણ વર્ષની કામગીરી ધ્યાને લેવાઇ

રાજયસ્તરે નામાંકન કરવા માટે 50 પાનાની ફાઇલ બનાવવામાં આવી હતી. તેમાં શિક્ષણ વિભાગના નિયમોના આધારે 76 મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા અને તેની સાથે સાથે કેટલીક તસવીરો પણ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં શાળામાં શું કામગીરી અને શિક્ષણ આપવામાં આવ્યું તેની નોંધ પણ મૂકવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે સફળ રહી હતી. સાંસ્કૃતિક ક્ષેત્રમાં રાજયસ્તરે સફળતા મેળવી હતી. આ ઉપરાંત શાળાના વાતાવરણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. ત્રણ વર્ષની કામગીરી અંતર્ગત કોરોનાના સમયમાં છાત્રાઓને ઓનલાઇન ભણાવવામાં આવી હતી.

કોરોનાકાળ દરમિયાન 1021 જેટલા યુટ્યુબ વિડીયો દ્વારા શિક્ષણ અપાયું

માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા કોરોના કાળમાંમાં 1021 જેટલા યુટ્યુબ વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીનીઓને શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓ પણ ઓનલાઇન કરાવવામાં આવી હતી.

શ્રેષ્ઠ શાળાના એવોર્ડ શા માટે?

ધોરણ 9થી 12ના આચાર્ય સુહાસબેન તન્નાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમણે ધોરણ 9થી 12ના 35 શિક્ષકો માટે રોજનીશી સમાન સ્કૂલ ડાયરીનું એક નવો નિયમ વર્ષની શરૂઆતથી જ અમલમાં મૂક્યો હતો. જેમાં દરેક શિક્ષક શાળાકીય શિક્ષણના પ્રત્યેક દિવસે શું કરશે તેનું આયોજન વર્ષની શરૂઆતમાં જ કરી નાખવામાં આવતું હતું. રોજિંદા આયોજન મુજબ શિક્ષણ કે અન્ય શાળાકીય પ્રવૃત્તિ કે ઇત્તર પ્રવૃત્તિનો સમાવેશ થતો હતો. આવા આયોજનની નોંધ દ્વારા જ શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળી શક્યો છે.

ABOUT THE AUTHOR

...view details