કચ્છ: ભુજમાં 250 જેટલી દુકાનો શો-રૂમ સાથેની મુખ્ય બજાર વાણીયાવાડમાં ગટરની સમસ્યાથી વેપારીઓ, નાગરિકો, ગ્રાહકો ત્રસ્ત થયા છે. ગત 12 વર્ષથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આમ છતાં પણ વરસાદ સમયે આ સમસ્યા વિકરાળ બની જાય છે. જેથી વેપારીઓ આ સમસ્યા ઉકેલવા માગ કરી રહ્યા છે.
ભુજની મુખ્ય બજાર 12 વર્ષથી ગટર સમસ્યાથી ત્રસ્ત, નગરપાલિકા સહિત તમામ જવાબદારો નિષ્ક્રિય આ અંગે ભુજની વાણીયાવાડ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે, વાણીયાવાડ બજારમાં તમામ પ્રકારની મળીને કુલ 250 જેટલી દુકાનો છે. સવારથી રાત સુધી કોરોના મહામારીને કારણે વેપારમાં અનેક મુશ્કેલીઓ છે. આ વચ્ચે વરસાદ હોવાથી બજારમાં ગટરના પાણી ફરી વળ્યા છે.
ભુજની મુખ્ય બજાર 12 વર્ષથી ગટર સમસ્યાથી ત્રસ્ત, નગરપાલિકા સહિત તમામ જવાબદારો નિષ્ક્રિય વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભુજમાં વરસાદ પડે એટલે બસ સ્ટેશન વાણીયાવાડ બજારમાં પાણી ભરાય છે. આ વિસ્તારમાંથી લાખો-કરોડોના કામ થાય છે, પરંત પાણી ભરાવાની સમસ્યા હજૂ યથાવત છે. વરસાદ આવે એટલે ગટરની ચેમ્બરમાંથી પાણી બહાર નીકળે છે અને સમગ્ર બજાર ગટર સમસ્યા ભોગવે છે. વરસાદ બાદ 2 દિવસથી આ સમસ્યા વેપારીઓ, ગ્રાહકો અને નાગરિકો ભોગવે છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે ગત 12 વર્ષમાં નગરપાલિકા સહિત તમામ સ્તરે રજૂઆત કરાઇ છે. મુખ્યપ્રધાનને પણ ટ્વીટ કરીને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.