ભુજ કલેકટર કચેરી પાસે સામાજિક કાર્યકર રફીક મારાની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રફીક મારાના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને ટ્રોમાં સેન્ટર કેન્સરની દાંત સહિત હોસ્પિટલમાં અનેક કડીઓ ખૂટી રહી છે.
ભુજની સિવિલ હોસ્પિટલનું સંચાલન ફરી વિવાદમાં, પ્રતિક ધરણા યોજાયા - kutch latest news
કચ્છ: ભુજ સરકારી હોસ્પિટલ જી.કે. જનરલનું સંચાલન અદાણી સમુહને સોંપાયાના વર્ષો બાદ પણ હજુ કચ્છના દર્દીઓ પરેશાની ભોગવી રહ્યાં છે. ખાસ કરીને જરૂરી સારવાર માટે ખાનગી અથવા બહારના જિલ્લા પર આશ્રય રાખવો પડે છે. આ મુદ્દે પ્રતિક ધરણા સાથે તેમજ લોકોની માંગણીઓ બાબતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
etv bharat
જો કે, આ બાબતે અદાણી સમૂહનો સંપર્ક સાધતા મેનેજમેન્ટ વતીથી ડોક્ટર એન .એન ભાદરકાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની સુવિધાઓમાં વધારો કરાયો છે. તેમજ સૌથી વધુ ઓપીડી છે. વિવિધ સુવિધાઓ સાથે દર્દીઓની સારસંભાળ રાખવામાં આવી રહી છે.
Last Updated : Nov 22, 2019, 9:41 AM IST