ગુજરાત

gujarat

ETV Bharat / state

હેન્ડલૂમ સપ્તાહઃ હસ્તકળાના કારીગરે સેનિટાઈઝરને કારણે ખોયો ધંધો - ભૂજોડી

કચ્છ જિલ્લાનાં ભૂજોડી ગામે રહેતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા હસ્તકળાનાં કારીગર વિરજી વણકર કે જેમને સેનિટાઈઝરથી વારંવાર હાથ ધોતા ચામડીનો રોગ થતાં ધંધો ખોયો હતો. કોરોનાની મહામારીમાં તથા મંદીમાં 15,000થી 20,000 રૂપિયા ખર્ચ કર્યા હતા.

હેન્ડલૂમ સપ્તાહ
હેન્ડલૂમ સપ્તાહ

By

Published : Apr 9, 2021, 7:03 AM IST

Updated : Apr 9, 2021, 1:09 PM IST

  • ભૂજોડીના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા હસ્તકળા કારીગરની વ્યથા
  • સેનિટાઈઝરથી વારંવાર હાથ ધોતા ચામડીનો રોગ થતાં ધંધો ખોયો
  • કોરોનાની મહામારીમાં 15000થી 20000 રૂપિયા ખર્ચ કર્યા
  • બેન્ક અને સરકારી કચેરીઓમાં પ્રવેશ વખતે વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કર્યો હતો

કચ્છ: શરૂઆતમાં જ્યારે કોરોના શરૂ થયો, ત્યારે બેન્કમાં તથા સરકારી કચેરીઓમાં મુલાકાત દરમિયાન તેમના હાથને સેનિટાઈઝ કરવામાં આવતા હતા અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવતો હતો. વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી તેમના બન્ને હાથોમાં સ્કિન ઇન્ફેક્શન થયું હતું.

ભૂજોડીનાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા હસ્તકળાનાં કારીગરની વ્યથા

સ્કિન ઇન્ફેક્શનથી અનેક મુશ્કેલીઓ ઉભી થઈ

વૂલન કારપેટ બનાવતા વિરજી વણકરે જણાવ્યું હતું કે, સ્કિન ઇન્ફેક્શનને કારણે છેલ્લા આઠ- નવ મહિનાથી તેમણે પોતાના 50 વર્ષથી ચાલ્યો આવતો ધંધો ખોવો પડ્યો હતો અને પોતાની કારીગરીમાં હાથએ મહત્વનો ભાગ ભજવે છે. જેનાથી જ તાર બંધાતા હોય છે અને વણાટકામ થતું હોય છે. પરંતુ સ્કિન ઇન્ફેક્શન થતા તેમનાથી વ્યવસ્થિત રીતે ભોજન પણ લેવાતું નથી કામ તો દૂરની વાત છે.

આ પણ વાંચો :પાટણ જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ : નવા 114 કેસ નોંધાયા

તેમના કામની માગ વધી ત્યારે જ ધંધો ખોવો પડ્યો

વધુમાં કારીગરે જણાવ્યું હતું કે, હાલ કોરોના વચ્ચે પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને જાપાન જેવા ઠંડા વિસ્તારનાં લોકો વિરજીભાઇની કારપેટની માગ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ- ચાર મહિનાથી વણાટ કામ કરી શક્યા ન હોવાથી તેમને આ ધંધો ગુમાવવો પડ્યો છે. ભૂજોડી ગામમાં માત્ર એક બે જ આવા કારીગરો છે કે, જે વુલન કારપેટ બનાવે છે.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાનો રેકોર્ડ બ્રેક, નવા 3,280 કેસ નોંધાયા

કોરોનાથી બચવા માટે હાથને સેનેટાઈઝ કર્યા બાદ ધંધામાંથી જ તેમને હાથ ધોઈ નાખવા પડ્યા

ETV BHARAT સાથે વાતચીત કરતા વિરજી વણકરે જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે હાથને સેનિટાઈઝ કર્યા પરંતુ ધંધા અને પૈસામાંથી જ તેમને હાથ ધોઈ નાખવા પડ્યા હતા. આ સ્કિન ઇન્ફેક્શન થતા તેમણે જુદાજુદા ત્રણથી ચાર ડૉક્ટરની દવા લીધી હતી અને 15 હજારથી 20 હજાર જેટલો ખર્ચો કર્યો હતો.

Last Updated : Apr 9, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details