કચ્છ : 18મી એપ્રિલથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે, ત્યારે આજે ભુજની ભાગોળે મીરઝાપર રોડ પર ઉભા કરાયેલા બદ્રીકાશ્રમ ખાતે કચ્છ નર નારાયણ દેવ યુવક યુવતી મંડળ દ્વારા વિશ્વ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશ્વ યુવા સંમેલનમાં મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત પ્રચારક મહેશ જીવાણીએ એક કદમ સંસ્કૃતિ કી ઔર વિષય પર યુવાનોને સંબોધ્યા હતા.
એક કદમ સંસ્કૃતિ કી ઔર :દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભ પૂર્વે મહંત સ્વામી ધર્મનંદનદાસ, ઉપ મહંત ભગવતજીવન દાસ, કોઠારી પાર્ષદ જાદવ ભગત આદિ સંતો ઉપસ્થિતમાં બદ્રીકાશ્રમના મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો યુવાનોએ સફેદ ધ્વજા ફરકાવી મશાલ અને મહંત સ્વામી તેમજ અન્ય સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ યુવા સંમેલનમાં મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત પ્રચારક મહેશ જીવાણીએ એક કદમ સંસ્કૃતિ કી ઔર વિષય પર યુવાનોને સંબોધ્યા હતા.
આદર્શ ગૃહસ્થ જીવન :મહંત સ્વામી ધર્મનંદન સ્વામીએ આ વિશ્વ યુવા સંમેલનમાં આશીર્વચન આપ્યા હતા. તો બે પુસ્તકોનું આ સંમેલનમાં વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં એક આદર્શ ગૃહસ્થ જીવનના ચાર ભાગ અને આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ નામના પુસ્તકોનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
યુવક-યુવતી મંડળનો પરિચય :યુવા સંમેલનમાં કપિલમુની સ્વામીએ જણાવ્યું હતું કે, આ કચ્છ નર નારાયણદેવ યુવક યુવતી મંડળે 19 વર્ષ પુર્ણ કર્યા છે ને 20માં વર્ષમાં પ્રવેશ કર્યું છે. આ યુવક યુવતી મંડળ માત્ર કચ્છ કે ગુજરાત નહીં વિશ્વના વિવિધ દેશોમાં કાર્યરત છે. આ યુવક યુવતી મંડળની સ્થાપના સદગુરુ મહંત પુરાણી હરિસ્વરૂપ દાસ સ્વામીએ કરી હતી. કપિલમુની સ્વામીએ કચ્છ નર નારાયણદેવ યુવક-યુવતી મંડળનો પરિચય આપ્યો હતો. તો તેમના વિસ્તાર અને હાલની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી પણ આપી હતી.