ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ ગટર સમસ્યાઃ પાલિકાના પ્રયાસો બાદ પણ પરિસ્થિતી વિકરાળ

ભૂકંપ પછી વિકસેલા કચ્છના શહેર ભુજમાં ગટર સમસ્યા વિકરાળ બની રહી છે. શહેરની લેવા પટેલ હોસ્પિટલ અને BSNL કચેરી નજીક ગટરની મુખ્ય લાઈન બેસી જતા આસપાસના માર્ગોમાં દૂષિત પાણી ભરાઈ ગયા છે.

ગટર સમસ્યા
ગટર સમસ્યા

By

Published : Jun 17, 2020, 3:04 PM IST

કચ્છઃ ભુજમાં ગટર સમસ્યા વિકરાળ બની રહી છે. ભુજ-મુન્દ્રા રોડ પર BSNL કચેરી નજીક ગટરની મુખ્ય લાઈન બેસી જતા કચેરીમાં દૂષિત પાણી ભરાયા હતા. પાણી વધુ ઉભરાતા મુખ્ય માર્ગ પર તેમજ લેવા પટેલ હોસ્પિટલ નજીક દૂષિત પાણીનો ભરાવો થયો છે. જે જૂની મામલતદાર કચેરી સુધી ફરી વળ્યા હતા અને આખા વિસ્તારમાં દૂર્ગંધનું સામ્રાજ્ય છવાયું હતું.

પાલિકાના પ્રયાસો બાદ પણ પરિસ્થિતી વિકરાળ

ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી જણાવ્યું હતું કે, ભૂકંપ પછી તાત્કાલિક નખાયલી લાઈનો જર્જરિત બની છે. તેની મુશ્કેલી વધી છે પાલિકા દ્વારા તત્કાલ આ લાઈનો બદલવાની કામગીરી કરવામાં આવી છે.

પાલિકાના પ્રયાસો બાદ પણ પરિસ્થિતી વિકરાળ

આ સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ગટર લાઇનો બદલવા માટે એક દરખાસ્ત પણ કરવામાં આવી છે. તેને મંજૂરી મળી જતાં આ સમસ્યા ઉકેલ આવે તેવી શક્યતા છે.

જૂની મામલતદાર કચેરી સુધી ફરી વળ્યા

ABOUT THE AUTHOR

...view details